________________ 434 > આદર્શ મુનિ. શ્રીને એ ભેટ આપવામાં આવી. ત્યાંનું ચાતુર્માસ પૂરું કરીને મહારાજશ્રીએ વિહાર કર્યો. એક વ્યાખ્યાન ઉકારે આપીને માતાજીના ઈત્યે પધાર્યા. ત્યાં ખેડુતોના આગ્રહથી બે વ્યાખ્યાન આપ્યાં. ત્યાંથી ધરાડ થઈને પી૫લખૂટા ખાતે પધાર્યા. ત્યાંના ઠાકર સાહેબે પણ મહારાજશ્રીને ઉપદેશ સાંભળીને જીવદયા સંબંધી એક પ કરી આપે, તેની નેંધ પરિશિષ્ટ પ્રકરણ ૧લામાં આપવામાં આવી છે. ત્યાંથી બીજા ગામ તરફ જવાની તૈયારી ચાલતી હતી, તેવામાં ઉમરણનાં રાણીસાહેબ તરફથી સૂચના મળી કે હું પણ મહારાજશ્રીનું વ્યાખ્યાન સાંભળું એવી મારી અંતરની ભાવના રહે છે. ત્યાંથી મહારાજશ્રી ઉમરણ ખાતે પધાર્યા, અને ત્યાં પણ એક વ્યાખ્યાન આપ્યું. તે સાંભળીને મહારાજશ્રીને વિનંતિ કરવામાં આવી કે હાલમાં અહીં ઠાકોર સાહેબ નથી, તેઓ સૈલાના ગયા છે. તેઓશ્રી અહીં પાછા ફરશે ત્યારે ચૈત્ર સુદ 13 ને માગશર વદ 1, ના દિવસોમાં જીવદયા પળાવવાનું ફરમાન કાઢવામાં આવશે. ત્યાર પછી રાણીસાહેબે કેટલીક રાત્રીઓએ ભોજનનહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યાંથી મહારાજશ્રી છત્રીબરમાવર ખાતે પધાર્યા. ત્યાં તેમના ઉપદેશથી ઓશવાલ ભાઈઓમાં ઘણા લાંબા સમયથી ચાલતો આવેલે કુસુંપ નાબુદ થયા હતા, એટલું જ નહિ, પણ ખેડુતોએ દર મહિનાની અગીઆરસ તેમજ અમાવાસ્યાના દિવસોમાં હળ નહિ જોડવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યાંથી મહારાજશ્રી “મુલથાન પધાર્યા. ત્યાંના રાજા સાહેબને મહારાજશ્રીનું વ્યાખ્યાન સાંભળવાની ઘણા દિવસથી ઈચ્છા હતી, પરંતુ માર્ગમાં વધુ દિવસો થઈ જવાથી ત્યાં પહોંચતાં મેડું થયું હતું. “મુલથાનના રાજાસાહેબ નકકી