________________ 431 > આદર્શ મુનિ. કે આજકાલ અમુલખષિ વગેરે પાંચ ઠાણા અહિં વિરાજે છે અને તેઓશ્રી આપને મળવાની ઈચ્છા રાખે છે. મહારાજશ્રીની પણ ઘણા લાંબા વખતથી તેમને મળવાની ઈચ્છા હતી, તેથી તેમણે ધુલિઆ તરફ વિહાર કર્યો અને શિરપુર પધાર્યા. ત્યાં તેઓશ્રીના ચાર વ્યાખ્યાને થયાં હતાં. તેમાંનાં બે વ્યાખ્યાનોમાં કાશીનિવાસી યતિ બાલચંદ્રજીના પિત્ર શિષ્ય પણ પધાર્યા હતા. ત્યાંથી મહારાજશ્રી વિહાર કરીને દભાસી તરફ જતા હતા તેવામાં તાપી નદીને કિનારે એક ભીલ પાંચ બકરાંઓને લઈને કસાઈને વેચવા લઈ જતો હતા. તે વખતે કેટલાક ભાઈઓએ તેમને છોડાવીને પાંજરાપિળમાં મૂકાવ્યાં હતાં. ધુલિઆના શ્રીસંઘે પણ ઘણા ઠાઠમાઠથી મહારાજશ્રીનું સામૈયું કર્યું હતું, મુનિવર્ગમાં પરસ્પર આદર્શ પ્રેમ રહ્યો હતો. ત્યાં મહારાજશ્રીનાં ચાર ભાષણો થયાં હતાં. જેમાં શ્રેતૃવર્ગ પૂરતી સંખ્યામાં હાજર હતા. એક સાર્વજનિક વ્યાખ્યાનમાં તે પંડિતશ્રી શંકરલાલજી મહારાજે માત્ર પંદર મીનીટમાં પિતાનાં માથાના વાળને લેચ કર્યો હતો. જનસમૂહને તેમનાં આ કાર્યથી ઘણું આશ્ચર્ય ઉપજતું હતું. એટલું જ નહિ પણ તેમનાં આવાં સખ્ત સાધુપણાના અને આત્મનિગ્રહના ઘણાં વખાણ કર્યા હતાં. આ પ્રસંગે જલગાંવ, ભૂસાવલ, અહમદનગર, નસીરાબાદ અને વાઘલી વગેરેના શ્રીસંઘે હાજર થઈને પિતપતાનાં ગામમાં તેઓશ્રીને પધારવાની વિનંતિ કરી હતી. તે વખતે તે મહારાજશ્રીએ જે અવસર કહીને “ફાગણે તરફ વિહાર કર્યો હતો. ત્યાં મહારાજશ્રીના ઉપદેશથી “મહાવીર મંડળની સ્થાપના થઈ હતી. ત્યાંથી મહારાજશ્રી “મુવટી પધાર્યા, ત્યાં તેમનાં બે