________________ આદ મુનિ 427 જ્ઞાતિરૂપે એકત્ર થઈને ઠરાવ પસાર કર્યો કે, “આજથી કઈ પણ ભાઈ કન્યાવિક્ય નહિ કરી શકે, જે આ નિયમનો કઈ ભંગ કરે તો જ્ઞાતિનાં પંચે એવાં પગલાં ભરવાં કે તેની સાથે કઈ પણ પ્રકારને વ્યવહાર રાખવો નહિ.” આ સ્થળે “મેજા રાવત સાહેબ શ્રીમાન જયસિંહજી (કે જેઓ મહારાણા ઉદયપુરના સેળ ઉમરામાં એક છે) ની તરફથી કામદાર સાહેબ પણ આવ્યા હતા. રાવતજી સાહેબની તરફથી તેમણે કહ્યું કે રાવતજી સાહેબને આપનાં દર્શનની અભિલાષા છે. માટે આપ મેજા પધારે. જે આજે ચૌદશના વતનો દિવસ નહોત તે રાવતજી સાહેબ પિતે આપને લેવા માટે અહિં આવત. તેમને એવા પ્રકારનો આગ્રહ જોઈને મહારાજશ્રી મેજે પધાર્યા. રાવતજી સાહેબે પોતે મહારાજ શ્રીને કહ્યું કે, મહારાજશ્રી, હવે આપનું વ્યાખ્યાન મહેલમાં થાય તે ઠીક. કારણ કે તેમ થવાથી અંત:પુરનો સ્ત્રીવર્ગ પણ તેને લાભ લઈ શકે, તેથી તે મુજબ કરવામાં આવ્યું હતું. વ્યાખ્યાન પૂરું થયા પછી રાવતજી સાહેબ મહારાજશ્રીને ઉતાર સુધી મૂકવા ગયા. સાંજની વખતે મહારાજશ્રીનું એક ભાષણ તેમના મુકામેજ થયું હતું. રાવતજી સાહેબે ત્યાં હાજર થઈને પણ તે પ્રવચન સાંભળવાનું ચૂકયા નહિ. વળી બીજે દિવસે તેજ મહેલમાં એક ભાષણ રાખવામાં આવ્યું હતું. મહારાજશ્રીને ઉપદેશ સાંભળીને રાવતજીનું મન ઘણું પ્રસન્ન થયું હતું, તેથી ભેટ તરીકે જીવદયા પાલનને એક પટ્ટા કરી આપ્યું હતું (જુઓ, પરિશિષ્ટ પ્રકરણ ૧લું.) ત્યાંથી વિહાર કરીને મહારાજશ્રી પૂર તરફ પધાર્યા. વિહાર કરતી વેળાએ મહારાજશ્રીને વળાવવા માટે રાવતજી સાહેબ