________________ ક૨૮ - >આદર્શ મુનિ. પિતે ઘણે દૂર સુધી સાથે ગયા હતા. પ્રસ્થાન કરતી વેળાએ મહારાજશ્રીએ જ્યારે મંગલિક સંભળાવ્યું ત્યારે ત્યારે પણ રાવતજી સાહેબે ચાર ગાડાં ભરેલું ઘાસ ગાયોને નીરવાનું ફરમાન પોતાનાં માણસને કર્યું હતું. ત્યારે મહારાજશ્રી ખેરબાદ પધાર્યા. ત્યાંના ઠાકોર સાહેબ શ્રીમાન વાઘસિંહજીએ ઉપદેશ સાંભળીને જીવદયાપાલનનું એક લેખિત ફરમાન કરી આપ્યું હતું. (જુઓ પરિશિષ્ટ પ્રકરણ ૧લું) * ત્યાંથી હમીરગઢ ગયા અને ત્યાં એક વ્યાખ્યાન આપ્યું ત્યાંના રાવત સાહેબ શ્રીમાન મદનસિંહજી સાહેબ (કે જેઓ મેવાડના શ્રીમાન મહારાણા સાહેબના બત્રીસ ઉમરા માંના એક છે) વ્યાખ્યાન સાંભળવા આવ્યા હતા. વ્યાખ્યાન સાંભળીને તેમણે મહારાજશ્રી તરફ ઘણે ભક્તિભાવ પ્રદર્શિત કર્યો હતે. ત્યાર પછી તેમણે પણ મહારાજશ્રીને એક પટ્ટ અર્પણ કર્યો, તેની નેંધ પરિશિષ્ટ પ્રકરણ ૧લામાં કરવામાં આવેલ છે. ત્યાંથી ગંગાર થઇને પેઢોલી ખાતે પધાર્યા. ત્યાં પણ ઠાકર સાહેબ શ્રીમદનસિંહજીએ મહારાજશ્રીને ઉપદેશ સાંભળીને કેટલીક પ્રતિજ્ઞાઓ લેવાની ભાવના દર્શાવી હતી. ત્યાંથી મહારાજશ્રી ચીડ પધાર્યા. લગભગ બધે જનસમૂહ હાકેમ સાહેબ શ્રીમાન યશવંતસિંહજી તેમજ રાજ્યના અમલદાર વગે ઉપદેશ સાંભળવાનો લાભ લીધો હતો. એક દિવસે હાકેમ સાહેબને કેદીઓની કરૂણાજનક હાલત નિહાળતાં તેમને પણ ઉપદેશ આપવાની અને તેમને ભવિષ્યમાં સારે માર્ગે ચઢાવવાની મહાત્માજીને પ્રાર્થના કરી હતી. એ પ્રાર્થનાને મહારાજશ્રીએ ઘણી પ્રસન્નતા સાથે સ્વીકારી હતી અને તેમને એવો તે સચોટ ઉપદેશ આપ્યો કે જે સાંભળીને પોતે કરેલાં કૃત્ય માટે