________________ - આદશ મુનિ. * * * * * * * * - ના આના મહારાજ પણ પધાર્યા હતા. નિંબાહેડાના ઠાકોર સાહેબે ઉપદેશ સાંભળીને ભેટ તરીકે અભયદાનને એક પ કરી આ હતા. (જુએ પરિશિષ્ટ પ્રકરણ ૧લું.) ત્યાંથી વિહાર કર્યો ત્યારે નિબહેડાના ઠાકોર સાહેબ તથા કેરિઆના મહારાજા વળાવવા આવ્યા હતા. ત્યાંથી મહારાજશ્રી ભગવાનપુરા ખાતે પધાર્યા. કારણ કે ત્યાંના રાવતજી સાહેબ શ્રીમાન સુજાનસિંહજી (કે જેઓ મહારાણા ઉદયપુરના બત્રીસ ઉમરામાંના એક છે) ને તથા તેમના કુમારશ્રીને અતિ આગ્રહ હતા. ત્યાં મહારાજશ્રીનાં છ ભાષણે થયાં હતાં. શ્રીમાન રાવતજી સાહેબ, કુમાર સાહેબ તથા રાણીવાસના બધા સરદારેને મહારાજશ્રીને સદુપદેશ સાંભળવાને સારે અવસર મળ્યા હતા. તેની ખુશાલીમાં સંસ્થાન તરફથી અભયદાન સંબંધી એક પટ્ટો કરી આયે હતે. (જુઓ પરિશિષ્ટ પ્રકરણ ૧લું.) રાણીવાસના સરદારોએ પણ પંખિઓ તેમજ હરણનું માંસ નહિ ખાવાની પ્રતિજ્ઞા કરી હતી. ત્યાંથી વિહાર કરીને મહારાજશ્રી માંડળ પધાર્યા. ત્યાં ઓશવાલના લગભગ પાંચ ઘર હતાં. પરંતુ મહારાજનાં વ્યાખ્યાનો તે હરહમેશ સાર્વજનિક થતાં હોવાથી લગભગ 1500 જેટલા માણસોએ તેમનું વ્યાખ્યાન સાંભળવાનો લાભ લીધું હતું. મહારાજશ્રીના ઉપદેશથી કેટલાક લેકેએ બીડી નહિ પીવી, જુગાર નહિ રમ અને ચોરી નહિ કરવી વગેરે અનેક પ્રતિજ્ઞા લીધી હતી. એટલું જ નહિ, પરંતુ હાજર રહેલ માહેશ્વરી બંધુઓએ ઉભા થઈને એવી પ્રતિજ્ઞા લીધી કે, અમારા ગામમાં લગભગ માહેશ્વરી ભાઈઓનાં સવાસો જેટલાં ઘરો છે, તેમણે એક