________________ આદર્શ મુનિ. 425 ----------- (વૈષ્ણવ) જનો મહારાજશ્રીના વ્યાખ્યાનને લાભ લેવા અતિઉત્કંઠિત હોય તેમાં આશ્ચર્યજ શું હોય? મહારાજશ્રી ત્યાંથી વિહાર કરીને ખ્યાવર થઈને બદનાર ખાતે પધાર્યા. ઠાકર સાહેબ શ્રીમાન ભૂપાલસિંહજી (કે જેઓ ઉદયપુરના મહારાણાશ્રીના 16 ઉમરાવોમાંના એક છે.) ને જ્યારથી ઉદયપુરમાં મહારાજશ્રીને ઉપદેશ સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું ત્યારથી તેમની એ ભાવના રહ્યા કરતી હતી કે, “કયારે મહારાજશ્રી બદનાર ખાતે પધારી મને અને મારી પ્રજાને પિતાનાં સદુપદેશામૃતનું પાન કરાવે.” ધકેર સાહેબની આવી હાર્દિક અભિલાષા આજે એકાએક અને અનાયાસે પાર પડેલી જોઈને તેમના હર્ષને પાર રહ્યો નહિ. ઠાકોર સાહેબે મહારાજશ્રીનાં ત્રણ વ્યાખ્યાન સાંભળીને ભેટ તરીકે જીવદયાનો એક પટ્ટો કરી આપે હતે. (જુઓ, પરિશિષ્ટ પ્રકરણ ૧લું.) ત્યાંથી મહારાજશ્રી વિહાર કરીને પરાસેલી અને આસિંદ થઈને કેરિઆ ખાતે આવ્યા. ત્યાંના મહારાજ શ્રીમાન ગુલાબસિંહજી મહાદય સ્વાગત માટે ઘણે દૂર સુધી આવ્યા હતા. એકંદર મહારાજશ્રીનાં ત્યાં સાત ભાષણે થયાં હતાં. તેઓએ ભેટ તરીકે મહારાજશ્રીને એક પટ્ટો કરી આપ્યું હતું. (જુઓ, પરિશિષ્ટ પ્રકરણ ૧લું) મહારાજશ્રી ત્યાંથી વિહાર કરીને નિંબહેડ, પધાર્યા. કેરિઆના મહારાજશ્રી ઘણે દૂર સુધી વળાવવા આવ્યા હતા, જ્યારે મહારાજશ્રી નિબાહેડા પધાર્યા ત્યારે ઠાકોર સાહેબ સ્વાગત કરવા માટે સામે આવ્યા હતા. ત્યાં મહારાજશ્રીએ ચાર ભાષણ આપ્યાં હતાં. આ ભાષણ સાંભળવા માટે કેરિ