________________ આદર્શ મુનિ. = 410 અહિંસા, અસત્ય અને સત્ય બધામાં ધર્મ હોવાનું પરસ્પર વિરોધાત્મક બોલવું શી રીતે સત્ય હોઈ શકે? એવા વિચારવમળમાં હું અટવાઈ રહ્યા હતા, તેવામાં વ્યાખ્યાન પૂરું થવાના સમયે મહારાજશ્રીએ જ “ધર્મ” શબ્દની સ્પષ્ટ વ્યાખ્યા કરી સમજાવ્યું કે, ધર્મ શબ્દના પર્યાયવાચી શબ્દો પ્રકૃતિ અને સ્વભાવ છે, અને તેથી જ મહારાજશ્રીએ કહ્યું હતું કે, અગ્નિમાં જે ધર્મ છે તે દહનશક્તિવાળે છે, એટલે તેને ધર્મ બાળવાને છે. એવી રીતે હિંસા અને ચોરી તેમજ જુઠું બોલવાના ધર્મો હેઈ શકે છે, અર્થાત્ તેવાં કાર્યોને સ્વભાવ અધોગતિ તરફ ઘસડી જઈને ચેરાસીના ફેરામાં લટકવાનો હોય છે. એ જ પ્રમાણે અહિંસા, સત્ય, અસ્તેય વગેરેને ધર્મ કિવા સ્વભાવ ને સદગતિના ભાજન બનાવવાનું છે. સદગૃહસ્થ મારે કહેવું જોઈએ કે, મહારાજશ્રી તર્કશકિતના ભારે ખજાનારૂપ છે. તે શકિતએ મારી ચળ-વિચળ સ્થિતિ, કંધાયમાન દશા અને સન્તસમાગમ પ્રતિને મારે ઉપેક્ષાભાવ પલટાવી નાંખ્યું હતું. તે વખતે તેમને જે આનંદ થાય છે તેનું વર્ણન કરવું એ મારી તાકાતની બહારની વાત છે.” મહારાજશ્રીનાં તેમણે બે ભાષણ સાંભળ્યાં હતાં જેથી હું મારા પિતાના જીવનમાં ઘણેજ આનંદ તેમજ અનુભવ મેળવી શકશે કે જે (મુંબઈ) ઘાટકેપરમાં અઢાર જેટલા વ્યાખ્યાને સાંભળવાથી મળે હતો. આસો છેદ ૧૪ને જ જાવરા (મધ્ય પ્રાંત) નિવાસી ડે. હેરમસજી સાહેબને એક પત્ર મહારાજશ્રીને મળે , તે નીચે પ્રમાણે -