________________ 418 - > આદર્શ મુનિ. આસે શુદ ૧૩ને રેજ મુંબઈવાળા શ્રી. શિવજીભાઈ નામના એક મોટા વકતા પણ મહારાજશ્રીનાં દર્શન કરવા અને ઉપદેશ શ્રવણ માટે આવ્યા હતા. તેમનું ભાષણ ગમે તેટલું નાનું હોય છતાં શ્રેતૃવર્ગને ઓછામાં ઓછા બે ત્રણ વાર હસાવ્યા વગર રહે જ નહિ. અથવા તે ગમે તેટલી મેટી માનવમેદની કેમ હાજર ન થઈ હોય છતાં એક ચિત્તે લકે તેમનું ભાષણ સાંભળતા રહે છે. શ્રી શિવજીભાઈ પણ બેઠક લઈને મહારાજશ્રીનું વ્યાખ્યાન સાંભળવાનો લાભ લેવા લાગ્યા. એ અરસામાં મહારાજશ્રીએ પોતાના વ્યાખ્યાનમાં એક સ્થળે જણાવ્યું કે, “હિંસામાં પણ આપણો ધર્મ છે, અને અહિંસામાં પણ આપણો ધર્મ છે, એવી રીતે અસત્યમાં અને સત્યમાં, અદત્તમાં અને દત્ત વ્રતમાં વગેરે બધા વિષયે અને સ્થળમાં આપણે ધર્મ તે રોજ છે.” એટલું જ નહિ પણ મહારાજશ્રીએ આ બાબત ઉપર ઘણું લાંબા સમય સુધી સુંદર ચર્ચા ચલાવી હતી. છેવટે લકેએ કહ્યું કે મહારાજશ્રીનાં વચને ખરેખર સત્યજ છે, તેમાં લગારે પણ અનુચિત નથી. - જ્યારે મહારાજશ્રીનું ભાષણ પૂરું થઈ ગયું ત્યારે શ્રી, શિવજીભાઈ ઉભા થયા. તેમણે મહારાજશ્રીને ઉદ્દેશીને કહ્યું કે આપશ્રીએ જ્યારે હિંસા અને અહિંસામાં, અસત્ય અને સત્યમાં, અદત્તમાં અને દત્તવ્રતમાં ધર્મ હોવાની વાત કરતા હતા તે વખતે મારા મનમાં કઈ કઈ પ્રકારના તર્ક-વિતર્ક થયા કરતા હતા. અરે, કયારેક હું મનમાં આપની ઉપર ગુસ્સો લાવીને એમ પણ બોલી ગયો કે, મહારાજશ્રી આચાર્ય કહેવાય છે અને પ્રખર વકતા કહેવાય છે, છતાં હિંસા અને