________________ આદર્શ મુનિ, 411. --- પસાર કરી અને તા. રરમીને રોજ સવારે ઉપદેશ આપવામાં આવ્યા તેને લાભ લસાણના કેર સાહેબે તેમજ તાલઠાકોર સાહેબે લેવા ઉપરાંત સ્થાનિક જનતાએ પણ ઠીક ઠીક પ્રમાણમાં લીધે હતો. બપોરની વેળાએ પણ મહારાજશ્રીને ઉપદેશ અને ઉમરાવોએ સાંભળે. છેવટે સાંજની વેળાએ પણ લસણના ઠાકોર સાહેબે પોતાને ગામ ઉપડતી વખતે મંગલિક શ્રવણ કર્યા પછી કહ્યું કે “મહારાજશ્રી, આપનાં દર્શનથી તૃપ્તિ થતી નથી !'' તાલઠાકર સાહેબે પણ પ્રેમપૂર્વક ભક્તિ કરી હતી અને જ્યારે મહારાજશ્રીએ તા. ૨૩મીને રોજ ત્યાંથી વિહાર કર્યો ત્યારે ઠાકોર સાહેબ અઢી ગાઉ સુધી લગભગ “Àકરવાસ સુધી વળાવવા ગયા હતા. બને ઉમરને ધર્મપ્રેમ અદ્દભુત હત. ઠાકર સાહેબે ભેટ તરીકે જીવદયાનો એક પટ્ટો કરી આપ્યો છે. (જુઓ, પરિ. શિષ્ટ પ્રકરણ ૧લું.) ત્યાંથી વિહાર કરીને મહારાજશ્રી “હારણું” અને “હરિઆરી થઈને “સેજત મુકામે પધાર્યા. ત્યાં નવા દીક્ષિત મુનિ મેહનલાલજી અને સેહનલાલજીને વડી દીક્ષા ઘણા ઠાઠમાઠ પૂર્વક આપવામાં આવી. આ પ્રસંગે ત્યાંના જૈન-જૈનેતર લેકેએ ઉપદેશ સાંભળવાને લાભ સારા પ્રમાણમાં પ્રાપ્ત કર્યો હતો. રાજ્યના કારભારી અને હાકેમ સાહેબ શ્રીમાન સવાઇસિંહજી પણ ઉપદેશ સાંભળવા માટે પધાર્યા હતા. એ સવાલ, અગ્રવાલ, મહેશ્વરી વગેરે જાતના વણિક બંધુઓએ ચેત્ર સુદ 13, પિષ વદ 10, નિર્જલા એકાદશી અને જન્માષ્ટમીના દિવસો દરમ્યાન પિતપતાના વ્યાપારને લગતું સર્વ કામકાજ બંધ રાખવાની પ્રતિજ્ઞાઓ કરી હતી. (જુઓ, પરિશિષ્ટ પ્રકરણ ૧લું).