________________ >આદર્શ મુનિ આ સ્થળે મહારાજશ્રીના ઉપદેશથી પાંચ ખાટકી લોકેએ જીવનપર્યત જીવહિંસા નહિ કરવાના સેગંદ લીધા હતા. ત્યાંથી મહારાજશ્રી ચેટિંલા પધાર્યા. ત્યાં સાદડી શ્રીસંઘના અત્યાગ્રહને વશ થઈ મહારાજે પોતાના પ્રિય શિષ્ય મુનિશ્રી પ્યારચંદજીને ત્યાં ચાતુર્માસ કરવા મેકલ્યા. રસ્તામાં ઉદયપુરનિવાસી વૈરાગી હકમીચંદજીને તેના હાથે દીક્ષા આપવામાં આવી. સાદડીમાં પણ સારે ધર્મધ્યાન અને ત્યાગ પંચખાણ વિગેરે થયા. ત્યાં પણ મહારાજશ્રીને ઉપદેશથી ઠાકર સાહેબે કેટલીયે પ્રતિજ્ઞાઓ કરી હતી. ત્યાર પછી મહારાજશ્રી ચાતુર્માસ માટે જોધપુર તરફ આવતા હતા તેવામાં અધવચમાંજ મહામંદિરથી મહારાજ ગુમાનનાથજીને સદેશે. મળે કે—“મહારાજશ્રી અહીં પધારવાની કૃપા કરે એ મુજબ મહારાજશ્રી “મહામંદિર પધાર્યા અને ત્યાં ખાતે એક ભાષણ કર્યું હતું. તે સાંભળીને મહારાજ ગુમાનનાથજીએ તેમજ તેમનાં પુત્રરત્ન નીચે મુજબ પ્રતિજ્ઞાએ કરી હતી - (1) આજથી જીવનપર્યત કદીપણ શિકાર કરશું નહિ. એટલું જ નહિ, પણ આ પાપકાર્ય માટે અમે કોઈને ઇશારે સરબયે કરશું નહિ. (2) આ મહામંદિરની હદની અંદર કઈ ગમે તેવા મેટા પદથી વિભૂષિત અધિકારીએ પણ શિકાર કરે નહિ. ત્યાંથી મહારાજશ્રીએ વિહાર કર્યો અને આષાઢ સુદ 9 ને રોજ જોધપુર પધાર્યા. શ્રાવણ સુદ ૧૪ને રેજ મહારાજશ્રીએ વ્યાખ્યાનમાં કહ્યું કે તમે પર્યુષણના દિવસો દરમ્યાન જીવદયાનું પરિપાલન સરકાર દ્વારા યા બીજા કેઈદ્વારા