________________ 410 આદર્શ મુનિ. શ્રીમાન ખુમાનસિંહજી મહદયે (કે જેઓ મહારાણા ઉદેપુરના બત્રીશ ઉમરાવોમાંના એક છે.) પણ ઉપદેશ સાંભળવાનો લાભ લીધો. એટલું જ નહિ; પણ મહારાજશ્રીની સેવા ભક્તિ માટે દિવસમાં બબ્બે વખત પધારતા. તેમના સ્વનામધન્ય યુવરાજ કુમારશ્રી અને નાના કુમારે પણ ઉપદેશ સાંભળવાનો લાભ લીધું હતું. તેઓશ્રી તરફથી ભેટ તરીકે જીવદયાપાલનને પટ્ટ મળે છે. (જુઓ પરિશિષ્ટ પ્રકરણ ૧લું.) ત્યાં મહારાજશ્રીનાં દર્શન માટે ખ્યાવરથી ધર્મપ્રેમી દાનવીર, નરરી મેજીસ્ટ્રેટ, રાયબહાદુર શ્રીમાન શેઠ કુંદનમલજી કઠારી પધાર્યા હતા. તેમની સાથે શ્રીમાન કારલાલજી, શ્રીમાન સરૂપચંદજી, શ્રીમાન છગનલાલજી પણ દર્શન માટે પધાર્યા હતા. આ પ્રસંગે એમ કહેવામાં આવે કે “અહિના ઠાકોર સાહેબે અનન્ય ભક્તિભાવ દર્શાવ્યો છે.” તો તેમાં કશું વધુ પડતું નહિ ગણું શકાય. કારણ કે, મહારાજશ્રીએ વિહાર કર્યો તે દિવસે તેમને વળાવવા માટે ઠાકોર સાહેબ પધાર્યા ત્યારે તેમણે પિતાના પગમાં જેડા પણ નહિ પહેરતાં ખુલ્લા પગે ચાલ્યા હતા. ત્યાંથી મહારાજશ્રી “તાલ પધાર્યા. તાલના ઠાકર સાહેબે મહારાજશ્રીને મુકામ પિતાની જગ્યામાંજ કરાવ્યું હતો. તારીખ ૨૧મી મેને રોજ ત્યાં મહારાજશ્રીનુ એક વ્યાખ્યાન થયું હતું. તાલના ઠાકોર સાહેબ શ્રીમાનું ઉમેદસિંહજીએ (કે જેઓ શ્રીમાન મહારાણા સાહેબના બત્રીશ ઉમરામાંના એક છે) તેમજ તેમના કુમાર સાહેબે પણ ઉપદેશ સાંભળવાનો લાભ લીધો હતો. સાંજને વખતે લસા ણીના ઠાકોર સાહેબ પણ મહારાજશ્રીનાં દર્શન તેમજ ઉપદેશ શ્રવણ કરવા માટે તાલ મુકામે આવ્યા હતા. રાત પણ ત્યાં જ