________________ આદર્શ મુનિ. 409 તેમને વળાવવા માટે રાવતજી સાહેબ પધાર્યા હતા. તેઓશ્રી “નમાણ” મુકામે થઈને કાંકરોલી (કે જે વૈષ્ણનું મોટું તીર્થસ્થાન ગણાય છે) પધાર્યા. ત્યાંના બજારમાં મહારાજશ્રીનું જાહેર વ્યાખ્યાન થતાં વૈષ્ણવભાઈઓએ પણ તેને લાભ લીધો હતો. કાંકરેલીને દ્વારકાધીશના અધિકારી છે મહારાજશ્રીના દર્શન માટે પધાર્યા હતા, અને ઉપદેશ સાંભળવાને પણ લાભ લીધો હતે. મહારાજશ્રીનું એક વ્યાખ્યાન કાંકરોલીની પાસે આવેલા રાજનગરમાં થયું હતું. પરિણામે સરદાર અલીખાજીએ જીવહિંસા નહિં કરવાની તેમજ માંસ નહિ ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી. મેખણના ઠાકોર સાહેબ અનસિંહજીએ પણ જીવહિંસા નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યાંથી મહારાજશ્રી મેહી પધાર્યા. ત્યાં જેટલા દિવસ તેઓશ્રીને મુકામ રહે તેટલા દિવસ પર્યત તેઓશ્રીની પધરામણીની ખુશાલી નિમિત્તે જીવદયા પાલન થયું હતું. શ્રીમાન ઠાકર સાહેબ દિપસિંહજી સાહેબે (કે જેઓ મહારાણાના ઉમરામાંના એક ઉમરાવ છે.) ઉપદેશ સાંભળવાનો લાભ લીધે હતો. અને ભેટ તરીકે જીવદયાને એક પટો પણ કરી આપ્યો હતો. (જુઓ પરિશિષ્ટ પ્રકરણ રજુ) ત્યાંથી મહારાજશ્રી પિપલિયા, કુંવારીઆ થઈને ગર્વા મુકામે પધાર્યા. મહારાજશ્રીના ઉપદેશથી અમીન સાહેબ શ્રીમાન પૃથ્વીસિંહજીએ જીવનપર્યંત મદિરાપાન નહિ કરવાની તેમજ માંસ ભક્ષણ નહિ કરવાની પ્રતિજ્ઞાઓ કરી હતી. ત્યાંથી મહારાજશ્રી સરદારગઢ અને એમેટ થઈને લસાણી મુકામે પધાર્યા. તેઓશ્રીએ ત્યાંના સંસ્થાનના બાગમાં જ ઉતારે કર્યો હતો. ઠાકોર સાહેબ