________________ 408 -> આદેશ મુનિ * * ***** * ** ** જન્માષ્ટમી, રામનવમી અને શિવરાત્રિના દિવસોમાં જીવદયા પાલન કરાવવું. - ત્યાંથી મહારાજશ્રી વિહાર કરીને નાથદ્વારા પધાર્યા. તે વખતે દક્ષિણમાના ધામણ ગામવાળા વિસા ઓશવાલ જ્ઞાતિના શ્રી વિજયરાજજી દુગડેએ તેઓશ્રી પાસે અહીં ચૈત્ર સુદ પૂણિ માને જ દીક્ષા અંગીકાર કરી હતી. મહારાજશ્રી નાથદ્વારાથી વિહાર કરીને કેઠારિયા પધાર્યા. સંસ્થાનના નાયક રાવતજી સાહેબશ્રી માનસિંહજી મહોદય (કે જેઓ મહારાણા ઉદેપુરના સેળ ઉમરોમાંના એક છે.) સાંજની વેળાએ મહારાજશ્રીનાં દર્શન માટે પધાર્યા. એપ્રીલ મહિનાની તા. ૧૯-૨૦મીના દિવસોમાં તેઓએ મહારાજશ્રીનાં વ્યાખ્યાન સાંભળવાનો લાભ લીધે રાવતજી સાહેબે ત્રીજું વ્યાખ્યાન મહેલમાં કરાવ્યું હતું. જેથી તેને લાભ સર્વ કેઈને મળી શક્યા હતા. રાવતજી સાહેબે ભેટ તરીકે મહારાજ શ્રીને નીચેની સનંદ અર્પણ કરી હતી. (1) મહારાજશ્રીના પધરામણીના અને વિહારના દિવસમાં - જીવદયા પાલન કરાવવું. અગાઉ જીવદયા પાલનના જેટલા દિવસે નિયત કરવામાં આવ્યા છે, તેટલા દિવસમાં રસેડામાં પણ શિકારને ઉપયોગ કરી શકાય નહિ. (3) જીવનપર્યત પરસ્ત્રીને કુષ્ટિથી જોવી નહિ. (4) જીવન પર્યત મદિરાપાન કરવું નહિ. મહારાજશ્રીએ તા. ૨૧મી એપ્રીલે ત્યાંથી વિહાર કર્યો.