________________ આદર્શ મુનિ. you : ': 5' :': ':~:~, - *8 ^^^^ "..............................................................', ': ' કરી હતી. ત્યાંના અબદુલઅલી વહેરાએ બકરીઈદ સિવાય કઈ પણ દિવસે જીવહિંસા નહિ કરવાની પ્રતિજ્ઞા કરી. એજ રીતે ચાંદખાં અને રહેમાનબબ્બે મુસલમાનોએ પણ જીવહિંસા નહિ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. મહારાજશ્રી ત્યાંથી વિહાર કરીને “માવલી પધાર્યા. ત્યાંના ઓશવાલ ભાઈઓમાં કેટલાક વખતથી પરસ્પર અણુબનાવ ચાલતો હતો, તે મહારાજશ્રીના સદુપદેશના પરિણામે સદંતર નાબૂદ થયે. ત્યાંથી મહારાજશ્રી સનવાડ પધાર્યા. ત્યાં પણ તેઓશ્રીના ઉપદેશના પરિણામે જનતામાં એક્તા સધાઈ, એટલું જ નહિ, પણ પાઠશાલા માટે રૂ. 3800) (આડત્રીશ રૂપીયા)ની મદદ પણ મળી હતી અને બીજી મદદ મળવી ચાલુજ રહી હતી. ત્યાંથી મહારાજશ્રી દુચિડે પધાર્યા. ત્યાંના ઠાકોર સાહેબે (કે જેઓ મહારાણા ઉદેપુરના બત્રીસ ઉમરામાંના એક છે.) ઉપદેશ સાંભળીને નીચે મુજબ પ્રતિજ્ઞાઓ કરી હતી - (1) દરેક મહીનાની અગીઆરસ, અમાવાયા અને પૂર્ણિમાની તિથિઓએ જીવદયા પળાવવામાં આવશે અને આ દિવસોમાં ઠાકોર સાહેબ પોતે પણ શિકાર કરશે નહિ. (2) નવરાત્રિના દિવસોમાં બીજને દિવસે જીવદયા પાલન કરવું, તે દિવસે કોઈ પણ જાતની હિંસા નહિ કરવા દેવામાં આવે. (3) માગશર વદ ૧૦ને ચૈત્ર સુદ ૧૩ના દિવસોમાં હંમેશ માટે જીવદયા પાલન કરવું, અને ઠાકોર સાહેબ પિતે પણ શિકાર કરશે નહિ.