________________ > આદશ મુનિ. - :: :::: ::: ::::::::::::: : : : : -------- જૈન સંઘ તરફથી જૈન પાઠશાલા ઉઘાડવાનું વચન મળ્યું. અહીં ઝાલાકી મારવાલા ઠાકોર સાહેબ શ્રીમાન જોધસિંહજીએ તીતર, જળકુકડી, મૃગ અને માછલીઓનો શિકાર નહિ કરવાની પ્રતિજ્ઞા કરી. અહિંના સંસ્થાનના રાજરાણા શ્રીમાન યશવન્તસિંહજી (કે જેઓ મહારાણાધિરાજ ઉદયપુરના સેળે ઉમરામાંના એક ઉમરાવ છે) એ પણ વખતો વખત મહારાજશ્રીને ઉપદેશ સાંભળવાનો લાભ લીધો હતો. એટલું જ નહિ પણ એમણે સ્વહસ્તે કરીને મહારાજશ્રીને લવિંગ, સાકર વગેરે વહેરાવીને ઘણી પ્રસન્નતા પ્રગટ કરી હતી, એ ઉપરાંત ભેટ તરીકે જીવદયાને એક પટ્ટ પણ કરી આપે હતો. (જુઓ પરિશિષ્ટ પ્રકરણ 2 જુ.) અહીંથી વિહાર કરીને ઘાસીએ પધાર્યા. ત્યાં મહારાજશ્રીના ઉપદેશથી કેટલાયે ખેડૂતે તેમજ મુસલમાને એ જીવહિંસા નહિ કરવાની પ્રતિજ્ઞાઓ કરી. ત્યાંથી મહારાજશ્રી “પલણે પધાર્યા. આ ગામની પાસે એક “પલાણા નામે ગામ છે. ત્યાં માહેશ્વરી બંધુઓ સિવાય એક પણ સવાલનું ઘર નથી. માહેશ્વરી બંધુઓ દરરોજ વ્યાખ્યાન સાંભળવા આવતા તેમજ પોતાને ગામ પધારવાની વિનંતિ પણ હંમેશ કરતા હતા પરંતુ તેને સ્વીકાર નહિ કરીને મહારાજશ્રીએ “માવલી’ તરફ વિહાર કર્યો. એમ છતાં પણ માહેશ્વરી બંધુઓએ પિતાની હઠ છેડી નહિ, તેથી મહારાજશ્રી તેમને ગામ ગયા. ત્યાં એક વ્યાખ્યાન થયું હતું. અહિં ભારેડીના ઠાકોર સાહેબ શ્રીમાન અમરસિંહજી તથા યશવન્તસિંહજી અને સરદારેએ ઉપદેશ સાંભળવાને લાભ લીધું હતું, અને જીવનપર્યત જીવહિંસા નહિ કરવાની, માંસ નહિ ખાવાની, તેમજ દારૂ નહિ પીવાની પ્રતિજ્ઞાઓ