________________ આદશમુનિ. ) 405 શ્રીની જ્યાં જ્યાં પધરામણ થઈ છે ત્યાં ત્યાં બધે ઠેકાણે દરેક ધર્મના તેમજ દરેક જાતના લેકેને જુદી જુદી અનેક પ્રકારની પ્રતિજ્ઞાઓ લેવરાવી છે અને વ્યસનથી વિમુખ બનાવ્યા છે એ બધાંનું અહીં વર્ણન કરવામાં આવે તો આથી પાંચ ગણો ગ્રંથ વિસ્તાર થઈ જવાનો ભય રહે છે માટે અહિં તેવું વિસ્તૃત વર્ણન નહિ કરતાં માત્ર ઉપરી અમલદાર વર્ગોને તેમજ મોટા મોટા માણસેનજ માત્ર નામેલ્લેખ કર્યો છે. મહારાજશ્રીને ઉપદેશથી લેણુદના ઠાકોર સાહેબે જન્મ પર્યત અગીઆરસ, અમાવાસ્યા અને સોમવારોએ શિકાર નહિ કરવાની અને દર મહિને બે બકરાને અભયદાન દેવાની પ્રતિજ્ઞા કરી હતી. અહિંથી વિહાર કરીને કેટ મુકામે પધાર્યા. ત્યાંના સંસ્થાનના ઠાકોર સાહેબ શ્રીમાન ધેકલસિંહજીએ અને કેડીના ઠાકોર સાહેબ શ્રીમાન ફતેહસિંહજીએ નીચે મુજબ પ્રતિજ્ઞા લીધી હતી () પરસ્ત્રી ગમન કરવું નહિ. (2) દર વર્ષે બે બકરાને અભયદાન દેવું. (3) દર વર્ષે વિશાખ અને ભાદરવા મહિનામાં શિકાર કરે નહિ. (4) હરણને શિકારજ કરવો નહિ. (5) ચૈત્ર સુદ 13 અને પિષ વદ ૧૦ને રેજ જીવદયા પાળવાની પ્રતિજ્ઞાઓ કરી. ત્યાંથી વિહાર કરીને રાણકપુર, ભાણપુર વિગેરે ઠેકાણે થઈને “વરવાડા પધાર્યા. અહિંના ઠાકોર સાહેબે મૂંગા અને અહિંસક પ્રાણુઓને શિકાર નહિ કરવાની પ્રતિજ્ઞા કરી. અહિંથી વિહાર કરીને મહારાજશ્રી દેલવાડા પધાર્યા. ત્યાં મહારાજશ્રીના સદુપદેશથી એક સ્થાયી ફંડ કરીને સ્થાનિક