________________ આદર્શ મુનિ. છડને જ મેહનલાલજી અને સોહનલાલજીને પણ દીક્ષા અપાઈ. દીક્ષાના આ અવસર ઉપર આસપાસનાં ગામડાંઓનાં પુષ્કળ માણસોએ હાજરી આપી હતી. આ ઉત્સવ પ્રસંગે મુંબઈથી પ્રમુખ મેઘજીભાઈ ભણ જે. પી. તેમજ જાણીતા ઝવેરી શ્રીયુત સૂરજમલભાઈ પણ આવનાર હતા, પરંતુ ખાસ કાર્યમાં રોકાઈ રહેવાથી તેઓ આવી શક્યા નહોતા. તેથી પિતાના બદલામાં તેઓએ જૈન પ્રકાશ પત્રના સંપાદક શ્રી. ઝવેરચંદ જાદવજી કામદારને મેકલ્યા હતા, તેમણે દીક્ષા પ્રસંગને અનુસરતું એક ભાષણ આપ્યું હતું. આ દીક્ષા ઉત્સવ ઉપર આવનારા મહાશમાંથી (1) વરકાણાના ઠાકોર સાહેબ શ્રીમાન ચંદનસિંહજી (2) મખમપુરના ઠાકોર સાહેબ શ્રીમાન હમીરસિંહજી (3) ભીરવાડાના ઠાકોર સાહેબના કુમાર શ્રીયુત સરદારસિંહજી સાહેબ તથા કલ્યાણસિંહજી તેમજ (4) ફતેહપુરના ઠાકોર સાહેબ વગેરેનો નામેલ્લેખ અહીં ખાસ કરીને કરવો ઘટે છે. મહારાજશ્રીના ઉપદેશથી વરકાણના ઠાકોર સાહેબે (1) દર વર્ષની પાર્શ્વ જયંતી નિમિત્તે વરકાણાના મેળાના અવસર ઉપર પોતાનાં સંસ્થાનની હદમાં પતે જીવહિંસા કરે નહિ તથા બીજાદ્વારા થવા દે નહિ. (2) પાંચ બકરાઓને દર વર્ષે છેડવવા. (3) બને અગીઆરસો, અમાવાસ્યા, પૂર્ણિમા, અને દર સોમવારના દિવસેએ બિલકુલ શિકાર કરે નહિ. શિકાર તે કરે નહિ, પરંતુ રસોડામાં સુદ્ધાં માંસને પ્રવેશ થવા દેવો નહિ. એવી પ્રતિજ્ઞાઓ કરી હતી. એ જ પ્રમાણે સરદારસિંહજીએ બે બકરાને અને કલ્યાણસિંહજીએ એક