________________ 396 - આદર્શ મુનિ ^ ^^^^^^^^^ ^^^^^^^^^^^^^ 1 * *^^^^^^^^^^^^^^^^ ^^ ^^" વિદાય આપવાને લગભગ છ હજાર પ્રેમી ભક્ત એકત્ર થયા હતા. વિશાળ રાજમાર્ગ ઉપર તથા ટાવરથી તે શ્રી હિમ્મતસિંહજી સાહેબની હવેલી સુધી જનમેદની ઠસોઠસ ભરાઈ ગઈ હતી. એમ સાંભળવામાં આવ્યું છે કે આ દુષ્ય પ્રિય પાઠકેને દેખાડવા માટે તેની છબી ઉતારવામાં આવી હતી, પરંતુ લેકેની ભીડ પુષ્કળ હેવાને લીધે ધૂળ ઉડતી હોવાથી તથા મધ્યાહન કાળને તાપ હોવાથી છબી સ્વચ્છ પડી નહિ. તે દિવસે મુનિશ્રીએ ધર્મશાળામાં નિવાસ કર્યો, અને ત્યાં પાંચ વ્યાખ્યાન આપ્યાં સલમ્બર રાવત સાહેબ શ્રીમાન એનાસિંહજી (જેઓ શ્રીમાન મહારાણુ સાહેબના સેળ ઉમરામાં એક ઉમરાવ છે.) ત્યાં વ્યાખ્યાન શ્રવણ કરવાને આવ્યા હતા. વ્યાખ્યાન સમાપ્ત થયા પછી તેમણે કહ્યું, “જયપુરથી મહેમાન બદલે આવ્યા છે. તેથી હું પણ ત્યાં હતે એટલે અહીં આવી શક્યા નહોતા. આજે ખબર મળી કે મુનિશ્રી વિહાર કરી જવાના છે. તેથી હું બેદલે જતો હતે. તેવામાં વિચાર કર્યો કે મહારાજશ્રીનાં દર્શન કરીને જ જઉં. આપ બદલે જરૂર પધારજે. પણ ત્યાં હાજર હઈશ.” કુરાવડના રાવત સાહેબે તથા મેજાના રાવતજી સાહેબે મનિશ્રીનાં દર્શનનો લાભ લીધે. બેદલાના રાવ બહાદુર શ્રીમાન નહારસિંહજી (જેએ શ્રીમંત મહારાણ સાહેબના સેળ ઉમરામાં એક છે.) તેમના તરફથી આ પ્રમાણેને પત્ર મળે -