________________ આદર્શ મુનિ. 35 તેમણે કહ્યું, “એ વાત મારા ધ્યાનમાં છે.” હવે આ૫ અત્રે કયારે પધારશો. ? મુનિશ્રીએ કહ્યું “હમણાં તો આસપાસનાં ગામડાંઓમાં ફરી જ્યાં અવસરે પ્રાપ્ત થશે ત્યાં ચાલ્યા જઈશું. ત્યાર બાદ મુનિશ્રી જતા હતા ત્યારે મહારાજ કુસરે કહ્યું “ફરીથી અત્રે પધારો” પછીથી મુનિશ્રી અહીંથી નીકળી પિતાને નિવાસસ્થાને પાછા ફર્યા. આ સ્થળે અમારે એ જણાવવાનું ભૂલવું જોઈએ નહિ કે ચાતુર્માસમાં મહેતાજી સાહેબ ધર્મ પ્રેમી શ્રીમાન જીવનસિંહજી મહોદયના સુપુત્ર સ્વનામ ધન્ય શ્રીમાન તેજસિંહજીએ જીવદયા આદિ કેટલાંયે કાર્યોમાં પુષ્કળ મદદ કરી હતી. - કારતક વદ ૧ને દિવસે મહારાણા કુમારશ્રી બાપજીરાજ તરફથી શ્રીમાન રંગીલાલજી તથા શ્રી કારૂલાલજી સંદેશ લાવ્યા કે “મુનિશ્રી અત્રે પધરામણી કરે.” આ પ્રમાણેના સમાચાર મળવાથી મુનિશ્રી “સૂર્યગવાક્ષ” મહેલમાં પધાર્યા. યુવરાજ મહાશયે અત્યંત વિનય તથા ભક્તિભાવપૂર્વક વસ્ત્ર વહેરાવવાની ઈચ્છા પ્રગટ કરી. ત્યારે મુનિશ્રીએ કહ્યું, “મારે માટે ખાસ ખરીદી મંગાવ્યું તો નથીને ?" ત્યારે શ્રી કાફલાલજીએ જવાબ આપ્યો કે એક લાખથી વધારે કીંમતનાં વચ્ચે તે શ્રી ભંડારમાં મેજુદ છે. તેથી આપને માટે કંઈ પણ ખરીદ્યું નથી. ત્યાર પછી મહારાજ કુંવર સાહેબે પોતાના કરકમલથી અત્યંત પ્રેમપૂર્વક વસ્ત્ર વહોરાવ્યું. પછીથી મુનિશ્રી સ્વસ્થિત સ્થાને પાછા ફર્યા અને મધ્યાહન કાળે ત્યાંથી વિહાર કરી નીકળ્યા. મુનિશ્રીને