________________ 394 > આદર્શ મુનિ અમારે આ સ્થળે એટલું અવશ્ય જણાવવું જોઈએ કે આ ઉપદેશ સઘળાઓને એટલે બધે રૂચિકર લાગે કે વ્યાખ્યાનની વચ્ચે વચ્ચે પણ મહારાજ કુંવર સાહેબે કેટલીક વખત પિતાને હર્ષોલ્લાસ પ્રગટ કર્યો હતો. વળી ઉપદેશ સમાપ્ત થયા બાદ તેઓએ પિતાની અત્યન્ત પ્રસન્નતા પ્રગટ કરી. ત્યાર પછી કુંવર બાપજીરાજે મુનિશ્રીને પુછયું, આપની પાસે જે દીક્ષા મુમુક્ષુ છે તેને કયારે દીક્ષા આપશે?” મુનિશ્રીએ કહ્યું. “જ્યારે અવસર પ્રાપ્ત થશે, ત્યારે જોયું જશે. હમણાં તો અમે અમારી સઘળી ક્રિયાઓ બતાવીએ છીએ. માથાના તથા મૂછના વાળ કાઢી નાખવા પડશે ઠંડી અથવા ગરમ રતુમાં ઉઘાડે પગે દેશાટન કરવું પડશે વળી શિયાળામાં માત્ર ત્રણ પછેડીઓ (ઓઢણ) થી વિશેષ વસ્ત્ર ઓઢી શકશે નહિ.” ત્યાર પછી કુંવર મહારાજ સાહેબે મુનિ શ્રીને પુછયું, “રંગીન કપડાં તે કામમાં આવતાં નહિ હાય!” આના ઉત્તરમાં મુનિશ્રીએ કહ્યું, “હા, રંગીન કપડાં તે કામમાં નથી આવતાં, પરંતુ બહુ મૂલ્યવાન વસ્ત્રોને પણ અમે સ્વીકાર કરતા નથી.” આ સાંભળી કુંવર સાહેબે ફરીથી કહ્યું, “ઉનના ગરમ કપડાં તે કામમાં આવતું હશે ? " પ્રત્યુત્તરમાં મુનિશ્રીએ જણાવ્યું કે “હા, ઉનનું કપડું રાખીએ તો બીજા બે સૂતરના રાખીએ છીએ. ત્યાર બાદ મુનિશ્રીએ કહ્યું, “આજે આપે આપને મહેલ બતાવ્યું છે.” ત્યારે કુંવર સાહેબે કહ્યું, “નહિ તે બીજે કયે પ્રસંગે આપ પધારવાના હતા?” પછીથી મુનિશ્રીએ કહ્યું, “હે કુંવર મહારાજ સાહેબ! આપ એક અનાથાલાય અને બીજું (પાંજ રાપોળ) ગેરક્ષા તરફ વિશેષ લક્ષ આપશે. આના ઉત્તરમાં