________________ આદર્શ મુનિ. 397 - શ્રી રામજી, શ્રી રઘુનાથજી . મુનિશ્રી ચૈથમલજી મહારાજની સેવામાં સાંભળવામાં આવ્યું છે કે આપે ઉદયપુરથી વિહાર કર્યો છે. તો મારી ખાસ અરજ છે કે બીજા સ્થળોએ વિહાર કરી જાવ તે પહેલાં એક બે દિવસ બેદલા પધારશે. આપનાં વ્યાખ્યાન શ્રવણ કરી મને તથા મારી પ્રજાને અત્યંત આનંદ થશે. સં. ૧૯૮૩ના કાર્તિક વદ 4 ભમવાર. દા. નહરસિંહજી બેદલા. કાર્તિક વદ ને દિવસે મુનિશ્રી વિહાર કરી બદલા પધાર્યા. ત્યાં ત્રણ વ્યાખ્યાન આપ્યાં. રાવબહાદુર મહાશયે પણ શ્રવણને લાભ લીધે. ઉપદેશ સાંભળીને તેમને ઘણે સંતોષ થયે, તેથી વિશેષ ઉપદેશ આપવાની તેમણે મુનિશ્રીને આગ્રહપૂર્વક વિનંતિ કરી, છતાં સમયાભાવે વિશેષ રેકાઈ શક્યા નહિ. રાવસાહેબે મુનિશ્રીને ભેટ તરીકે અભયદાનને પટો સમર્પણ કર્યો, જેની વિગત પરિશિષ્ટ પ્રકરણમાં આપવામાં આવી છે. કાર્તિક વદ ને દિવસે ત્યાંથી વિહાર કરી ઉદયપુરની બહાર હનુમાનઘાટ પધાર્યા. ત્યાં સાયંકાળે સલુમ્બર રાવત શ્રીમાન એનાસિંહજી, વિજેલિયા રાવત શ્રીમાન કેસરીસિંહજીએ પિતાના બંધુ સહિત તથા અમરગઢના રાવત શ્રીમાન અમરસિંહજીએ મુનિશ્રીનાં દર્શનનો લાભ લીધે. કાર્તિક વદ ૧૦ને દિવસે ત્યાં વ્યાખ્યાન આપ્યું. તે વખતે શહેરમાંથી ઘણું લોકે શ્રવણલાભ મેળવવાને આવ્યા હતા. વળી ભીડરના મહારાજ શ્રીમાન ભેપાલસિંહજીએ વ્યાખ્યાન