________________ આદર્શ મુનિ. 39 રાજા –ભગવન! હવાને ન તો હું જોઈ શકું છું, અને ન તો આપની હથેળીમાં લાવી બતાવી શકું છું. ' મુનિ –એજ પ્રમાણે હે રાજન! નિરાકાર આત્માને હું કેવી રીતે બતાવી શકું? અને તમે પણ તેને કેવી રીતે જોઈ શકશે? સજા –ભગવન્! આપે બહુ સરસ ઉત્તર આપે. પરંતુ હજુ પણ મારા મનનું સમાધાન થતું નથી. તેથી આપને બીજું પુછું છું કે હે સ્વામિન્ ! આપના મતાનુસાર હાથીને સ્કૂલ આત્મા, કંથ કે જે સૂક્ષ્મતમ દેહધારી છે, તેમાં કેવી રીતે પ્રવેશ કરતા હશે? મુનિ - હે રાજન! જેવી રીતે દીપકને ઘરમાં રાખીએ તો આખા ઘરમાં પ્રકાશ આપશે, તેવી જ રીતે તેજ દિવાને ટાપલીથી ઢાંકી દેવામાં આવે તે, તે ટોપલીમાં જ પ્રકાશ આપશે, તે જ રીતે તે દીપકને વાડકાવડે ઢાંકી દેવામાં આવે તે માત્ર વાડકામાં જ પ્રકાશશે. હે નરપતિ! હવે તું સમજી શકશે કે જેવી રીતે આખા મકાનમાં પડતે પેલે પ્રકાશ કટોરામાં પ્રવેશી શક્યો, તેવી જ રીતે હાથીને સ્કૂલ આત્મા કંથવાને શરીરમાં પ્રવેશ કરે છે. નાનું મોટું કદ એ શરીરનું હોય છે, આત્માનું નહિ. હા, નિમિત્ત મળતાં આત્મા સંકુ ચત કે પ્રસારિત થઈ શકે છે. રાજા:–ભગવન્! બસ, મારા પ્રશ્નોના ઉત્તર સારી રીતે મળી ચૂક્યા અને મને હવે સમજણ પણ પડી. હવે શરીર બાબતમાં મારે કઈ પણ પ્રકારને સંદેહ રહ્યું નથી. હવે મને મારા શુદ્ધ અંત:કરણથી આપનામાં શ્રદ્ધા