________________ 378 > આદર્શ મુનિ. - - - - - 5 50 * * * * * * * * * * * * - - - - - - - - - * * - * - v w w પેલા ત્રણ જણ કાષ્ઠ લઈ પાછા ફર્યા અને આવતાં વેંતજ પુછયું, “કેમ, ખાવાનું તૈયાર કર્યું છે કે નહિ ?" પેલે કઠિયારે ધાયમાન તો હતા જ તેમાં આ પક્ષ થતાં જ વિશેષ કે ધાયમાન થઈ બે, “આગ વિના શું રાખ વડે રસોઈ બનાવું? તમે લોકે તે અરણના લાકડામાંથી આગ કાઢવાને હુકમ કરી ચાલ્યા ગયા. તે શું એમાં આગ ભરી છે?” આ સાંભળી પેલા ત્રણે જણા હસી પડ્યા અને બોલ્યા, “અરે મૂર્ખ! શું અરણના ટુકડે ટુકડા કરવાથી આગ મળતી હશે કે ?" તેજ પ્રમાણે હે રાજન! તમે પણ દેહના ટુકડે ટુકડા કરી આત્માને જોવા માગે છે, પરંતુ કદાપિ કાળે તેમ થઈ શકતું નથી. રાજા –ભગવન! હવે હું બીજું કંઈ પણ પુછીશ નહિ, અગર તો પ્રશ્નના ગંભીર તરંગમાં ઉતરીશ નહિ. પરંતુ આપ મને મારી હથેળીમાં આત્માને દેખાડે. બસ, પછી હું માની લઈશ કે શરીર અને આત્મા એ બે અલગ અલગ છે. પછીથી ઇશ્વર, પુષ્ય, પાપ, પુનર્જન્મ વિગેરે સઘળું અસ્તિત્વ ધરાવે છે, એમ હું માનીશ. મુનિ–હે રાજન! વૃક્ષો તરફ જુએ. તેમનાં પાંદડાને કોણ હલાવી રહ્યું છે? રાજા-મહારાજ ! વાયુ હલાવી રહ્યા છે. મુનિ–ત્યારે શું તમે એ વાયુને જોઈ શકે છે? જો તમારું કહેવું સાચું જ હોય તો મારી હથેળીમાં થોડો વાયુ લાવીને બતાવે.