________________ આદર્શ મુનિ. 373 જેએલી રચનાનું વર્ણન કરજે. બસ પછી શું?” દેવતાઓની બેઘડી (મુહૂર્ત) આપણું સંસારનાં બે હજાર વર્ષ સમાન હોય છે. હવે તમે જ કહો કે બે હજાર વર્ષ પછી તે જેની પાસે આવવા ઇછે, તેનાં હાડકાં સરખાનું ચિન્હ મળવું મુશ્કેલ નહિ, પણ અસંભવિત છે. રાજા–ભગવન્! બરાબર છે. ઉપરોકત પ્રશ્નના ઉત્તર ઉપરથી હું એક બીજી વાત પુછું છું કે એક દિવસ હું સિંહાસનપર બેઠા હતા. તે વખતે એક અપરાધીને મેં તેના ભારે ગુન્હા માટે પ્રાણદંડની સજા કરી. મારે એ પરિક્ષા કરવી હતી કે જીવ તથા શરીર એક છે કે જુદાં? બસ, મેં પેલા અપરાધીને મારી નાંખ્યા સિવાય લેખંડની એક મજબૂત પેટીમાં પુરી, ઢાંકણ બંધ કરાવ્યું, અને ચારે તરફથી એવી સખત બંધ કરાવી કે કઈ પણ સ્થળે વાયુ જવાનું એક છિદ્ર સરખું રહ્યું નહિ. તે પેટીને એક સુરક્ષિત સ્થાનમાં રાખવામાં આવી, અને તેના સંરક્ષણ માટે ચોતરફ સંરક્ષકેને પહેરે બેસાડવામાં આવ્યો, તથા તેમને સૂચવવામાં આવ્યું કે એ પેટીમાંથી કેઈ નીકળે અગર તો તે તૂટે ફૂટે તો મને તરતજ સમાચાર આપજે. પાંચ સાત દિવસ સુધી તેના કંઈપણ સમાચાર મને મળ્યા નહિ, તેથી તે પેટી કેઈ ઠેકાણે નટી ફૂટી છે કે કેમ? તેનું મેં જાતે નિરીક્ષણ કર્યું પરંતુ મને પણ તે કઈ ઠેકાણે તુટેલી ફૂટેલી લાગી નહિ. જ્યારે તે પેટીને તેડીને જોવામાં આવ્યું, તે પેલે અપરાધી અંદર મરણ શરણ થએલો પડયો હતો. હે સ્વામિન હવે કહો. જે શરીરમાં જીવ જુદે હેત તો તે પેટીને