________________ 372 >આદર્શ મુનિ જોઈએ. તે ત્યાંથી આવી મને એમ કેમ કહી જતી નથી કે, “પાત્ર! પરોપકાર કરવાને લીધે હું સ્વર્ગમાં સર્વ પ્રકારને આનંદ મેળવું છું. તેથી તું પણ અત્યાચાર ત્યજીને પપકાર કર, જેથી સ્વર્ગમાં આવી તું પણ આનંદ લૂંટી શકશે. મુનિ–હે રાજ! બસ તમારે આજ સવાલ છે ? તમારા આ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે. કેઈ એક દિવસ તમે સ્નાન કરી વસ્ત્રાભૂષણથી સજજ થઈદેવાલયમાં દેવપૂજન કરવાને જાય છે, તે વખતે રસ્તામાં કઈ ભંગી તમને જાજરૂમાં જવા લાવે તો તમે શું ત્યાં જશે ? રાજા–ભગવન ! ત્યાં જવાની વાત તે વેગળી રહી, પરંતુ તેના તરફ જોવાની પણ ઈચ્છા કરૂં નહિ. મુનિ-રાજા! બસ, તમારા પ્રશ્નનો ઉત્તર મળી ગયે. જેમ તમે ત્યાં જવા ચાહતા નથી, તેમ તમારી દાદી પણ મૃત્યુલોકમાં શા માટે આવે ? કદાપિ નહિ. કેમકે મૃત્યુલેકની દુર્ગધ બહુ દૂર સુધી પ્રસરેલી હોય છે. અસ્તુ. ઘડીભર માટે એમ માની લે કે દેવતાઓ સુગંધિત પદાર્થોને ઉપગ કરીને આવી શકે છે. પરંતુ તેમ કરતાં પણ તેના આવવામાં વિલંબ થાય છે જેમકે કઈ ધર્માત્મા અહીં મૃત્યુશરણ થઈ સ્વર્ગમાં જાય કે તરતજ અહીં આવે વાની ઈચ્છા કરે તે અન્ય દેવતા દેવીઓ તેને કહે છે કે, “તમે અહીં ઉત્પન્ન થયા છે, તે અહીંનુ દશ્ય પણ બે ઘડી તે જુઓ. ત્યાર બાદ મૃત્યુલોકમાં જજે કેમકે તમે દેવતા થયા છે, તેની સાક્ષીરૂપે અહીં