________________ 374 આદર્શ મુનિ તેડીને જીવ બહાર નીકળી આવત, પરંતુ તેમ ના થયું. આ ઉપરથી સિદ્ધ થાય છે કે જીવ જેવું કશું જ નથી. જે કંઈ છે તે આ શરીરજ છે. મુનિ:–હે રાજન! તમે આવી કેવી ભેળી વાત કરે છે? શું જીવને શરીરમાંથી મુક્ત થઈ નીકળી જવા માટે માર્ગની જરૂર છે? કદાપિ નહિ. જીવને રેવાને માટે લોખંડ તે કંઈ વિસાતમાં નથી. વજ જેવાની પણ શક્તિ નથી. તે તે નિરાકાર છે. તે આ દૃષ્ટાંત ઉપરથી સમજાશે. જેમ કેઈ એક મકાનની અંદર ઉંડાણના સાતમા ઓરડામાં કે વ્યક્તિ વાજ–વાદ્યયંત્ર-લઈને બેસે પછી સાતે એરડાનાં કમાડ બંધ કરવામાં આવે. અને પછી તે વાદ્યયંત્ર બજાવે તે શું તેનો અવાજ બહાર આવશે? રાજા:–ભગવદ્ ! અવાજ તે જરૂર બહાર સંભળાશે. મુનિ–હે રાજન! તે અવાજ કયે માર્ગેથી બહાર આવ્યું હશે? તેમાં તો માર્ગની બિલકુલ જરૂર જેવું નથી. તેજ પ્રમાણે આ શરીરમાંથી જીવ નીકળી જાય છે, તેને જવાને માટે પણ કેઈમાની આવશ્યક્તા હોતી નથી. રાજા –ભગવન ! એ વાત જવા દે. હું એમ કહું છું કે કોઈ એક પ્રાણદંડના અપરાધીને મારી નાખી પૂર્વ સૂચિત લેખંડની પિટીમાં પુરવામાં આવ્યા. પાંચ સાત દિવસ પછી તે પેટીને ઉઘાડી જોયું તો તેમાં લાખો કીડા ખદબદતા હતા. હવે તે સ્વામિન્ ! કહે કે એ કીડા યે માર્ગેથી અંદર ઘુસી ગયા? પેટીને તે કઈ પણ સ્થાને એક પણ છિદ્ર હતું નહિ.