________________ 354 આદર્શ મુન. અલ મુસલિમે મનસેલે મલમુસલ મૂના મિનલિસાની વયદેહીવલ મૈમને મિન અમનેહઃ અન્ના અલાદે માલ હીમ વ અમવલિહીમ. ' અર્થાત્ મુસલમાન એ છે કે જેની જબાન અથવા હાથેથી બીજાનું રંજન (પીડન) થાય નહિ. તથા મેમન એટલે કે ઈમાનદાર તો તે છે કે જેનાથી સઘળાના જાન તથા માલનું રક્ષણ થાય છે. એજ પ્રમાણે ઇસુ ખ્રિસ્તે અંગ્રેજીમાં કહ્યું છે "Thou shalt not kill." અર્થાત “તું કેઈને મારી નાખીશ નહિ.” હવે કહે કે જેમાં જીવદયાનું પ્રમાણ ન હોય એવાં કયા ધર્મશા બાકી રહ્યાં? બધાં ગ્રન્થ પોકારી પોકારીને કહે છે કે અભયદાન જે બીજે કઈ પોપકાર નથી. આજ પરોપકાર પરેલેકને સાથી અને સહાયક થશે, તે સિવાય સઘળું પાછળ રહી જશે. સાથે પરોપકાર સિવાય બીજું કશું આવવાનું નથી. લાલફકીરે ગાયું છે કે - धन छोडे नंगे गये; अकबरशाह जलाल / कहै लाल इक पलक में, भया वीराना माल // કે એક સમયે કે એક જણે અકબર બાદશાહને એક બહુમૂલ્ય દૂશાલે ભેટ આપ્યો. જ્યારે બાદશાહના અંતકાળ સમીપ આવ્યું ત્યારે તેણે પોતાનાં પરિવારના સઘળાં માણસને કહ્યું *મૂળ અરબીલિપને ગુજરાતી લિપિમાં ઉલ્લેખ કરતાં કોઈ ઠેકાણે અશુદ્ધિ રહી ગઈ હોય તે ઉદાર પાઠકે શુદ્ધ કરીને વાંચવા કૃપા કરે.