________________ આદર્શ મુનિઝ 355 કે “આ દુશાલ મારા મરણ પછી મારા જનાજા ઉપર ઓઢાડજો. જો તમને તે જોઈ લાલચ થાય તે જનાજાને કંઈપણ ઓઢાડયા સિવાય ઉઘાડે કાઢજો, પરંતુ બીજું કઈ વસ્ત્ર તેના ઉપર ઓઢાડશે નહિ” બાદશાહનાં આ વચન સાંભળી નેહી સંબંધીઓએ કહ્યું, “હજૂર. એ શું બોલ્યા ? દુશાલે એ એવી કઈ ચીજ છે? જ્યારે આ સારીયે બાદશાહત આપની છે, તો પછી આપ જેમ કહેશે તેમ કરીશું” ત્યારપછી બાદશાહ મૃત્યુશરણ થયો. કુટુંબ કબીલાના સઘળા માણસોએ વિચાર કર્યો કે આ દુશાલે ઘણે કીમતી છે. તેથી તેને જનાજા ઉપર ન ઓઢાડતાં તેને ઉઘાડજ કાઢવે. આ પ્રમાણેનો વિચાર આખરે આચારમાં આવે અને જનાજે ઉઘાડે કાઢવામાં આવે તે વખતે બજારમાં એક લાલ મામને ફકીર ઉભે હતો. તેણે બાદશાહ જેવા મહાન પુરૂષને જનાજે ઉઘાડે જતો જોઈ ઉપકત દેહ ગાયે કે અકબર બાદશાહ જેવા ઉઘાડા (નાગા) જાય છે, એ કેવી આશ્ચર્યજનક વાત છે! જુઓ પલભરમાં શું હતું ને શું થઈ ગયું? | હે યુવરાજ! મનુષ્ય જે સત્કર્મો કરશે, તેજ સાથે જશે, અને તે જ પરલેકમાં આનંદદાયક નીવડશે. આ ધન દોલત તથા પૃથ્વી કેઈ એકની માલિકીનાં સદાકાળ રહ્યાં નથી અને રહેશે પણ નહિ. કોઈ એક કવિએ વાજબીજે કહ્યું છે કે - हसन्ति पृथ्वी मृपति नराणाम् हसंति कालो यदि वैद्यराजः। हसंति नारी पतिरक्षितानि, हसंति लक्ष्मी रति संचितानि //