________________ આદર્શ મુનિ. 353 આ ઉદાહરણો મુજબ જો પ્રાણ પિતાનું આયુષ્ય સમાપ્ત થતાં મરી જાય, તો હિંસાનો ભાર કેઇને શિર પડતું નથી. પરંતુ પ્રાણુઓના પ્રાણને જબરદસ્તીથી ચપુ, છરે. બંદૂક, તલવાર, તપ અગર ઝેર જેવાં પ્રાણઘાતક સાધનથી હરી લેવામાં આવે, એટલે કે શરીરથી જીવાત્માને જુદો પાડી નાખવામાં આવે તો તેને હિંસા અથવા મહાપાપ કહેવામાં આવે છે. તેથી જે હિંસા રૂપી મહાપાપ આચરશે, તેને શિર દુઃખના ડુંગર પડશે. અહિંસા સર્વ શાસ્ત્રો તથા ધર્મગ્રનો સાર અથવા નવનીત રૂપ છે. વેદ વ્યાસજીએ પણ કહ્યું છે કે - अष्टादश पुराणेषु व्यासस्य वचनं द्वयम् / परोपकारः पुण्याय, पापाय पर पीडनम् // અર્થાત વ્યાસજીએ રચેલાં અઢાર પુરાણોમાં કેવલ બેજ સાર વચન છે. એક તે પોપકાર સમાન બીજું પુણ્ય નથી, અને બીજું, અન્યને પીડા કરવા સમાન બીજું પાપ નથી. આજ પ્રમાણે મુસલમાનોના ધર્મગ્રન્થમાં પણ અહિંસાને ઉલ્લેખ છે “દિલ બદસ્ત આવર કે હજે અકબરત, અજ હજારો કાબા, યક દિલ બહતરસ્ત. અર્થાત કેઈનું પ્રાણ હરણ થતું હોય તેમાં તું આડે હાથ ધરી તેને અટકાવે તો તે હજારે અકબરી હજ (યાત્રાઓ) કરતાં પણ અધિક છે. એ જ પ્રમાણે કંજુસ દકાયત અરબ નામના ગ્રંથમાં લખ્યું છે કે -