________________ ઉપર - > આદર્શ મુનિ. અર્થાત આ આત્મા શોથી છેદાય નહિ તે અગ્નિથી બાળી શકાય નહિ તે, પાણીથી ભીંજવી અથવા ડૂબાવી શકાય નહિ તે, અને વાયુથી સુકવી શકાય નહિ તે છે. તે પછી અભયદાન કેને પ્રદાન કરવામાં આવે? - હા, એ વાત બરાબર છે કે આત્મા હ હણાતા નથી, તે તે અજરઅમર છે. પરંતુ ચપુ, છ, તલવાર તથા બંદુક અગર, અન્ય કેઈઅસ્ત્રશસ્ત્રથી શરીરને આત્માથી વિખૂટું પાડવું, એ પાપને હિંસા કહેવામાં આવે છે. જે હિંસા ન થતી હોત તે ભગવાન શ્રીકૃષ્ણચંદ્ર ગીતાજીમાં અહિંસાનો ઉપદેશ ન આપ્યું હોત. આપણાથી કોઈને કષ્ટ થાય તેને પાપ અથવા હિંસા કહેવામાં આવે છે. તેનાથી બચવા માટે ભગવાન શ્રીકૃષ્ણચંદ્ર જનતાને અહિંસાને ઉપદેશ કર્યો. આની સાથે બીજે પણ ઉપદેશ કર્યો છે, તેથી નિવિવાદપણે સિદ્ધ થાય. છે કે કોઈને પણ પીડા કરવી એ હિંસા છે. જેમ સામાન્ય રીતે ગામમાં હંમેશાં કેટલાંય મરે છે અને જન્મે છે, પરંતુ કેઈનું કેઈ ઝેર આપી અથવા કેઈ હથિયારથી ખૂન કરે તે તેને રાજ્ય તરફથી ધારાધોરણ મુજબ દંડ દેવામાં આવે છે. પણ જે આયુષ્ય સમાપ્ત થતાં મરણ થાય તે ન તો સરકાર કેઈને પકડે છે અગર ન તે સજા કરે છે. એ જ મુજબ કેઈને પાંચ હજારને હારકડી ભેટરૂપે આપવામાં આવે તો સરકાર લેનારને પકડતી નથી અગર દેનારને કષ્ટ થતું નથી. પરંતુ તેજ હાર તેની પાસે કોઈ ઝુંટવી લે અગર તે ચેરી કરી લઈ જાય તે અવશ્ય સરકાર તેને પકડશે, અને જેને હાર ગયે હશે તેને પણ દુઃખ થશે.