________________ 340 >આદર્શ મુનિ સાતમું પાપ “માન–અભિમાન કરવાનું છે. આઠમું પાપ માયા–કપટ કરવાનું છે. નવમું પાપ લેભ–લાલચ કરવાનું છે. દશમું પાપ “રાગ–પ્રિય વસ્તુપર સ્નેહ કરવાનું છે. અગીઆરમું પાપ “ઢેષ—અપ્રિય વસ્તુ તરફ અપ્રસનતા દર્શાવવાનું છે. બારમું પાપ કલહે–પરસ્પર લડવા ઝગડવામાં છે. તેરમું પાપ “અભ્યાખ્યાન–કેઈના ઉપર ખોટા દેષારેપણમાં છે. ચાદમું પાપ “પશુન—કેઈની ચાડી ચુગલી કરવામાં છે. પંદરમું પાપ “પરાપવાદ–બીજાએના અવગુણ પ્રગટ કરવામાં છે. સોળમું પાપ “રતિ અરતિ, એશઆરામનાં કાર્યોમાં પ્રસન્નતા બતાવવામાં અને ધાર્મિક કાર્યોમાં અપ્રસન્નતા બતાવવામાં છે. સત્તરમું પાપ માયામૃષા’–છળકપટભરેલું જૂઠાણું કહેવામાં છે. અઢારમું પાપ મિથ્યાત્વ દર્શન”, દેવને માને નહિ, ગુરૂને માને નહિ, તથા ધર્મને માને નહિ, એટલે નાસ્તિક હોય તે અઢારમાં પાપનાં ભાગીદાર બને છે. આ સાંભળી મહારાણા સાહેબે કહ્યું કે “આ તે વીસ થયા” ત્યારે મહારાજશ્રીએ ઉત્તર આપે કે એ અઢારમા પાપના વિભાગ છે. આ સ્થળે પાઠકે સ્વયં અનુમાન કરી શકશે કે શ્રીમંત મહારાણ સાહેબ કેટલી એકતાનતાથી શ્રવણ કરતા હતા. અસ્તુ. - ત્યારબાદ મુનિશ્રીએ જણાવ્યું–હે મેવાડાધિપતિ! આ અઢાર પાપ જે ગણાવવામાં આવ્યાં છે, તેમનાથી જ આત્મા મલિન બને છે. તથા આત્મા અને પરમાત્મામાં ભેદ પાડનાર એજ પાપ છે. આજ પાપને લીધે આત્મા અનેક જન્મ જન્માંતરમાં કષ્ટ પામે છે. એજ