________________ આદર્શ મુનિ - 339 કળા આદિ અનેક કળાઓથી અપરિચિત હતા. તે સઘળાને તેમણે સઘળી કળાઓથી પરિચિત કર્યા. વ્યાસી લક્ષ પૂર્વ પૂરાં થયા બાદ ભગવાન રાષભદેવે એક લક્ષ પૂર્વ સુધી સંસારના સંસારીઓને ધર્મ વિષે ભાન કરાવ્યું તથા આત્મા પરમાત્માને ભેદ બતાવ્યું. એ ઉપદેશને કંઈક અંશ આ પ્રમાણે છે. જીવાત્મા અનેક જન્મ જન્માન્તરમાં કરેલાં પાપથી મુકત થઈ જાય તે તે આમાં પરમાત્મા રૂપ થઈ જાય છે. હે હિન્દુકુલસુર્ય! આ પાપજ આ આત્માને પરિભ્રમણ કરાવવામાં કારણભૂત છે. જે એ આત્મા ભવિષ્યમાં પાપનું પિટલું બાંધે નહિ, અને ભૂતકાળમાં કરેલાં પાપનું સત્કર્મો દ્વારા નિર્જરા (નાશ) કરે તો એ આત્માની સદગતિ અથવા તે મેક્ષ થવામાં બિલકુલ સંદેહ નથી. હવે પાપ કેટલા પ્રકારનાં છે? તથા ક્યાં કર્મો કરવાથી તેમને સંચય થાય છે ? તે પણ સાંભળે. | હે મહારાણાજી! પાપ અઢાર પ્રકારનાં છે. વળી અઢાર પ્રકારનાં કર્મો કરવાથી એ અઢારે પ્રકારનાં પાપને સંચય થાય છે. એ સઘળાંમાં પ્રથમ “પ્રાણાતિપાતનું પાપ છે. એને અર્થ એ છે કે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીનાં પ્રાણીઓના પ્રાણ હરણ કરવા તેને પ્રાણાતિપાતનું પ્રથમ પાપ કહે છે. બીજું પાપ “મૃષાવાદ”—જૂઠું બોલવાનું છે. ત્રીજું પાપ “અદત્તાદાનકેળની વસ્તુ ગુપચુપ ચરી લેવાનું છે. ચોથું પાપ “મૈથુન વ્યભિચાર સેવવાનું છે. પાંચમું પાપ “પરિગ્રહ–ધન પર મમત્વ કરવાનું છે. છડું પાપ “ધ”—ગુસ્સ કરવાનું છે.