________________ આદર્શ યુનિ. 31 પ્રમાણે આ આત્માને અનેક પ્રકારનાં એશ્વર્ય તથા સુખસમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તે નવ પ્રકારનાં પુણ્યને સંચય થતાં થાય છે. આ સાંભળી શ્રીમાન મહારાણ સાહેબે પ્રશ્ન કર્યો, “એ ક્યા નવ પ્રકારનાં પુણ્ય છે?' ત્યારે મુનિશ્રીએ ઉત્તર આપ્યો કે એ નવ પુણ્ય આ પ્રમાણે છે. પહેલું પુણ્ય “આણુ પુણે ભૂખ્યાને ભેજન આપવું. બીજું પુણ્ય “પાણ પુણે” તૃષિતને પણ પાવું, ત્રીજું પુણ્ય “લેણ પુણે, વિશ્રામ લેવા સ્થાન આપવું એથું પુણ્ય, “સેણ પુણે આસન, બિછાનાં આદિ આપવાનું છે. પાંચમું પુણ્ય “વત્થ પુણે વસ્ત્રદાન છે. છઠ્ઠું પુણ્ય “મણ પુણણે” મનથી કેઈનું ભલું તાકવામાં છે. સાતમું પુણે “બસન પુણે હિતકારી વચને બોલવામાં છે. આઠમું પુણ્ય “કાય પુણે કાયાની કોઈને મદદ કરવામાં છે. નવમું પુણ્ય “નમેકાર પુણે નમસ્કાર કરવામાં છે. આ પ્રમાણે છે. તેથી મનુષ્યમાત્રે પાપ કર્મો કરી પાપનો સંગ્રહ કરે જોઈએ નહિ. કેમકે જ્યારે જ્યારે પાપ થાય છે, ત્યારે ત્યારે આત્મા ભવસાગરના ઉંડા ગર્તમાં ગાથાં ખાય છે. “જ્ઞાતાજી સૂત્રમાં તુંબિકાનો ન્યાય વર્ણવવામાં આવ્યો છે કે જે જે સ્થળે તુંબિકાને (તુંબડું) સણને માટીના બંધ લગાવવામાં આવશે, તે તે સ્થળે તે પાણીમાં વિશેષ ડૂબશે. તથા તેજ પાણીમાં તે તુંબડાના જે જે સ્થળના બંધ તૂટી જશે તે તે સ્થળે તે પાણી ઉપર તરી આવશે. તેજ પ્રમાણે આ આત્મા પાપના બંધનથી ભવસાગરમાં રેંટચકની માફક ચક્કર ચક્કર ફર્યા કરે છે. જે તે સઘળાં પાપોનાં બંધન આત્માથી વિખૂટા પડી જાય, તો આત્મા મેશ પામે છે. હવે રહી એ વાત કે પાપ બંધનથી મુકત કેવી રીતે