________________ આદર્શ મુનિ. 333 ફરીથી ઉપદેશ શ્રવણ કરવાની અભિલાષા રજૂ કરતાં કહ્યું, એક દિવસ ફરીથી પણ આપને તકલીફ આપવી પડશે.” એટલે કે એક દિવસ ફરીથી અહીં પધારજો. - તે દિવસે લેકે તરફથી લગભગ 700 બકરાને અભયદાન અપાવવાનું વચન મળ્યું તથા અનેક નિરાધારેને મિષ્ટાન્ન જમાડવામાં આવ્યું. આગ્રા અનાથાલયમાંથી અનાથ બાળકો આવ્યાં હતાં, તેમને મદદ તરીકે રૂા. 270, આપવામાં આવ્યા. બીજી પણ કેટલીક સહાયતા થાત, પરંતુ તેઓ બીજે ઠેકાણે તત્સવ થવાનો હોવાથી જલદીથી ચાલ્યા ગયા. એક દિવસ બનેડા રાજાજી સાહેબના પાટવીકુંવર શ્રીમાન પ્રતાપસિંહજી તથા કરજાલી મહારાજ શ્રીમાન લક્ષ્મણસિંહજીના કુંવર શ્રી જગતસિંહજી મહારાજશ્રીનાં દર્શનાર્થે પધાર્યા, અને કેટલાક સમય ધાર્મિક બાબતો ઉપર વાર્તાલાપ કર્યો. એક દિવસ કરજાલી મહારાજ શ્રીમાન શ્રી ચતરસિંહજી જેઓ શ્રીમંત મહારાણ સાહેબના ભત્રીજા છે, તેઓ તથા શ્રી લક્ષ્મણસિંહજીના પુત્રરત્ન શ્રીમાન જગતસિંહજી તથા અભયસિંહજી મહારાજશ્રીનાં દર્શનાર્થે પધાર્યા. તેઓએ ઘણું લાંબા સમય સુધી તાવિક વિષય ઉપર ચર્ચા કરી. આ ચર્ચાથી તે મહાનુભાને ચિત્ત અતિશય પ્રસન્ન થયાં. આશ્વિન સુદ ૭ને દિવસે યૂરોપિયન સી. જી. એસ. ચેન વિકસ ટેન્ચ સાહેબ આઈ. સી. એસ. સેટલમેંટ ઑફીસર અને રેવન્યુ કમિશ્નર સાહેબને આ પ્રમાણે પત્ર આવ્યો.