________________ 332 > આદશ મુનિ મહારાજના સમયમાં જેમ સાધુઓ રાજમહેલમાં ગેચરી માટે પધારતા હતા, તે મુજબ તે સમયને અભ્યાસ કરી મહારાણા સાહેબે પણ આપણા ઉપર સંદેશ મેક છે. તેમાં કાંઈ હરકત નથી. માટે જવું જોઈએ આમ વિચારી મુનિશ્રી પોતાની સાથે તપસ્વીજી તથા અન્ય મુનિઓને લઈ રાજમહેલમાં ગોચરી માટે પધાર્યા. તેમની સાથે તે વખતે લગભગ 400 માણસો હતાં. મુનિશ્રી અન્ય મુનિગણ સાથે “શિવ-નિવાસ” મહેલમાં પધાર્યા. ત્યાં શ્રી મહારાણાસાહેબે જાતે મુનિશ્રીનું યથોચિત સ્વાગત કર્યું, તથા તેમણે સ્વહસ્તે પ્રથમ થેડી કસ્તૂરી વહેરાવી. ત્યાર પછી ડું ગરમ દુધ (જે શ્રી મહારાણા સાહેબની ચામાં રેડવામાં વાપરવામાં આવે છે, તેમાંથી રાખવામાં આવ્યું હતું.), અને પછી શ્રી એકલિંગજીના મહાપ્રસાદમાંથી થોડો પ્રસાદ વહેરાવ્યું. (જે શ્રી મહારાણા સાહેબને આરેગવા માટે હંમેશાં પ્રાત:કાળે આવે છે. પછીથી થોડાં લવિંગ વહેરાવ્યાં. આ સઘળી વસ્તુઓ “પાણેરે” નામના સ્થાનમાં રાખવામાં આવે છે. આ સિવાય બીજા પદાર્થો પણ રાખવામાં આવે છે. પાઠકે આ ઉપરથી એમ તો નહિજ સમજે કે મહારાણા સાહેબે મહારાજશ્રીને ડું વહોરાવ્યું, પરંતુ મુનિશ્રીએ પોતાની મરજીથી ડું વહયું. મહારાજશ્રીને આ પ્રમાણે ભિક્ષા વહેરાવી મહારાણા સાહેબે અત્યંત પ્રસન્નતા પ્રગટ કરી અને એક વખત રાજય કારભારીઓ દ્વારા જાણવામાં આવ્યું છે કે કસ્તુરીનું પરિમાણ 4 રતી હતું..