________________ આદર્શ મુનિ.< 331 ભાદ્રપદ સુદ અષ્ટમીને દિવસે શ્રીમાન છેટલાલજી મહારાજની 54 દિવસની તપસ્યાની પૂર્ણાહુતિ હતી. તે દિવસે પણ દયા, પિષધ તથા ત્યાગ પુષ્કળ થયાં. નગર અને ગ્રામમાં આમંત્રણ પત્રિકાઓ પાઠવવામાં આવી હતી. શહેરમાં પણ વિજ્ઞાપને વહેંચવામાં આવ્યાં હતાં. મોટા મોટા જાગીરદારો તથા કારભારીઓ ઉપર ઉત્તમ આર્ટ પેપર છપાવેલી આમંત્રણ પત્રિકાઓ મોકલવામાં આવી હતી. આ પ્રમાણે પુષ્કળ જાહેરાત થઈ હોવાથી બહારગામના લગભગ 1200 મનુષ્ય આવ્યાં હતાં. વળી શહેરના પણ લગભગ સાડાત્રણ હજાર માણસે આ તપોત્સવમાં એકત્ર થયા હતા. જબરજસ્ત જનમેદની થઈ જવાથી, તેના બે વિભાગ પાડી વ્યાખ્યાન બે ઠેકાણે અલગ અલગ આપવામાં આવ્યું. ભાદ્રપદ સુદ ૯ને રોજ હિંદુકુલ સુર્ય પ્રજાવત્સલ, દયાળુ, શ્રીમંત શ્રી મહારાણા સાહેબ તથા સ્વનામધન્ય દયાળુ શ્રીમંત બાપજીરાજ તરફથી ડાંડી પીટાવી સારાયે નગરમાં પાખી લાવવામાં આવી. એ દિવસે આઠ વાગ્યા સુધી વ્યા ખ્યાન વંચાયું. ત્યારબાદ તપસ્વીજીનાં પારણુ માટે શિક્ષા લેવા મુનિશ્રી ચૈથમલજી મહારાજ તથા તપસ્વીજી તથા અન્ય મુનિવરે સ્વ-નિવાસ સ્થાનેથી બહાર પધારતા હતા. એટલામાંજ શ્રીમન્ત શ્રી મહારાણ સાહેબ તરફથી શાહજી રતનસિંહજી તથા યશવંતસિહે મુનિશ્રીની પાસે આવી કહ્યું કે “આપ ગચરી માટે રાજમહેલમાં પધારે. ત્યાં શ્રી મહારાણું સાહેબ આપની રાહ જુએ છે. આ “સાંભળી મુનિશ્રીએ વિચાર કર્યો કે અન્તકૃતસત્રમાં શ્રીકૃષ્ણચંદ્ર