________________ 330 આદર્શ મુનિ ^^^^^^^^^^^^^^ ^^s છેડી દીધી.” આને સ્પષ્ટ અર્થ આ છે. “મારે નોકર આપનું વ્યાખ્યાન શ્રવણ કરે છે, અને તેને પરિણામે તેની ઘણીખરી બુરી આદતે છુટી ગઈ છે.” - શ્રાવણ વદ દ્વિતીયાને દિવસે શ્રી મેતીલાલજી મહારાજની 33 દિવસની તપસ્યાની પૂર્ણાહુતિ હતી. તે દિવસ દયા, પિષધ, ત્યાગ વિગેરે પુષ્કળ થયાં. વળી સારાંયે નગરમાં હિન્દુકુલસૂર્ય પ્રજાવત્સલ દયાળુ શ્રીમન્ત શ્રી મહારાણજી સાહેબ તથા સ્વનામ ધન્ય શ્રીમન્ત બાપજીરાજજી સાહેબ તરફથી ડાંડી પીટાવી અગતા (પાખી) પલાવવામાં આવ્યું. જે દિવસે પારણાં કર્યા, તે દિવસે પણ કેટલાક ત્યાગ થયા. પ્રજા તરફથી લગભગ 450 બકરાઓને અભયદાન અપાવવાનું વચન મળ્યું, તથા લગભગ 350 નિરાધાને મિષ્ટાન્ન જમાડવામાં આવ્યું. શ્રાવણ વદ 12 થી પર્યુષણ પર્વને પ્રારંભ થયે. એ પર્વાધિરાજના દિવસેમાં અનેક તપસ્યાઓ થઈ તથા દવા અને પષધ પાળવામાં આવ્યા. જૈનેતરમાં પણ પુષ્કળ ત્યાગ થે. ભાદ્રપદ સુદ પંચમીને દિવસે સંવત્સરી ઉજવવામાં આવી. તે દિવસનું દશ્ય અલૌકિક હતું. જેમણે પિતાના જીવનમાં કદાપિ ઉપવાસ કર્યા ન હતા તથા ઉપવાસ કરવા જેમને માટે અત્યંત મુશ્કેલ હતા, એવા મોટા મોટા રાજ્યકાર્યભારીઓએ તે દિવસે ઉપવાસ કર્યો. ઓસવાળ તથા પિરવાડ બંધુઓના સંવત્સરીના એકત્ર 185 પૈષા થયા હતા. લગભગ 10 પિાષા કરનારા અન્ય ગામના વતની હતા. એક દિવસ ભગવાનપુરાના રાવતજી સાહેબ શ્રીમાન સુજાનસિંહજી મુનિશ્રીના દર્શનાર્થે પધાર્યા.