________________ આદર્શ મુનિ 329 ઉપરોકત અંગ્રેજી પત્રને સારાંશ નીચે પ્રમાણે છે - દરગાહ ભવન, અજમેર, તા. 8 સપ્ટેમ્બર 126. પ્રિય સ્વામી ચૈથમલજી મહારાજ છે, આપ પ્યારા પુરાણું ઉદયપુરમાં બિરાજે છે એ જાણી અમને અત્યંત ખુશાલી ઉપજી છે; આપને અમારી સાદર સલામ પાડવીએ છીએ, અને આપને યાદ કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે આપ અને આપના બધા શિષ્ય કુશળ હશે અને સમગ્ર જીવનમાં પ્રેમ તથા દયાને પ્રચાર કરવાનું આપનું ઉમદા કાર્ય સંપૂર્ણ પણે આગળ ધપાવી રહ્યા હશે. અમે આપને વારંવાર યાદ કરીએ છીએ, અને આપનો પુનઃ મેળાપ કરવાની અભિલાષા સેવીએ છીએ. ઓગસ્ટના આખરી અઠવાડીઆથી અહીં મેઘરાજાની મહેર છે. અનેક માનવીઓના કલ્યાણાર્થે આપને પરમકૃપાળુ દીર્ધાયુ બક્ષે. આપને તથા અન્ય મુનિમહારાજને સલામ. આપને પ્રેમાળ, | (સહી) એફ. જી. ટેલર. " શ્રાવણ સુદ ૩ની સંધ્યાકાળે ચોગાનમાં યુરોપિયન સી. જી. એસ. ચેનેવિકાસ ટ્રેન્ચ, આઈ. સી. એસ., સેટલમેન્ટ ઑફીસર તથા રેવન્યુ કમિશ્નર સાહેબે મુનિશ્રીને પ્રણામ કરી કહ્યું, “હે મહારાજ! શું વ્યાખ્યાન આપો છે?” પ્રત્યુત્તરમાં મુનિશ્રીએ કહ્યું, “હા, વ્યાખ્યાન હંમેશાં આપીએ છીએ.” ત્યારપછી સાહેબે કહ્યું, “મારે નોકર ભારે બદમાશ, અને કુટેવાળે હતો તે સુધરી ગયે અને કુટેવને .