________________ 314 આદર્શ મુનિ. એક બુદ્ધિમાન પુરૂષની સાધુઓના ઉપદેશ પ્રત્યે આટલી બધી ઉદાસીનતા જોઈ, મુનિશ્રીએ ત્યાંથી વિહાર કરી જવાને નિશ્ચય કર્યો. પ્રાતઃકાલે જ્યારે મુનિશ્રી તથા અન્ય શિષ્યગણ શૌચાદિ ક્રિયાઓ માટે જતા હતા. તે વખતે માર્ગમાં રાવતજીના જ્યેષ્ઠ પુત્ર અશ્વારૂઢ થઈ બાનસી રાવતજીને પિતાને ત્યાં આમંત્રવા જતા હતા, તેમણે દેખ્યા. મુનિશ્રીને પોતાની તરફ આવતા જોઈ રાજકુમાર તાકીદથી ઘેડાની પીઠ ઉપરથી નીચે કુદી પડયા અને મુનિશ્રીને વિજ્ઞપ્તિ કરી કે આપના અમૃતમય ઉપદેશોનું પાન કરવાની અને તીવ્ર ઉત્કંઠા છે. પરંતુ હમણાં હું બાનસી રાવતને (તેઓ ઉદયપુરના મહારાણાના સોળ ઉમરમાં એક છે) નિમંત્રણ કરવા જાઉં છું. આ સાંભળી મુનિશ્રીએ જણાવ્યું કે વારૂ. આપની ઈચ્છાનુસાર અમે આજ મધ્યાન્હ કાળે પ્રવચન કરીશું. આ સ્વીકૃતિ અનુસાર પૂર્વ નિયોજીત સ્થાને તથા સમયે મહારાજશ્રીએ ભાષણ કર્યું. શ્રીમાન રાવતજી સાહેબ નેહરસિંહજી તથા તેમના પુત્રરત્ન શ્રીમાન નારાયણસિંહજી બંને મહારાજશ્રીની સેવામાં ઉપસ્થિત થયા. બસ, તેમને એકજ પ્રવચન સંભળાવવાની જરૂર હતી. આ સાંભળતાં તેમનામાં એકાએક જાગૃતિ આવી અને પછી તે બંને પિતા પુત્રને મહારાજશ્રીનાં માર્મિક તથા ધાર્મિક વ્યાખ્યાન સાંભળવાની એવી તીવ્ર ઉત્કંઠા થઈ કે તેમણે અત્યંત આગ્રહપૂર્વક આજીજી કરી બે બીજાં વ્યાખ્યાન કરાવ્યાં. મહારાજશ્રીના આ અવર્ય ઉપકારના બદલામાં રાવતજીએ અભયદાનને એક પટે મહારાજશ્રીનાં ચરણે ધર્યો. (પટાની વિગત માટે પરિશિષ્ટ પ્રકરણ ૧લું જુઓ.)