________________ 313 આદર્શ મુનિ (17) નાથુ ચપરાસીએ માછલી, હરણ તથા પક્ષી માત્રને કદાપિ ન મારવાના શપથ લીધા. (18) પરથજી કંપાઉન્ડરે મદિરાપાન ન કરવાની તથા પંખીઓનું માંસ ભક્ષણ ન કરવાની સઘળાઓ સન્મુખ પ્રતિજ્ઞા કરી. . (19) ગોપાલ હજુરીએ આજથી હંમેશાં પાંચ માળા ફેરવવાનો નિશ્ચય કર્યો. (20) જસરાજ છડીદારે હરણ, માછલાં તથા માસર નામના પંખેરૂના વધનો ત્યાગ કર્યો, તથા પરમાત્માના નામની પાંચ માળા હંમેશાં ફેરવવાને ઈરાદે જાહેર કર્યો. (21) કારજી હજૂરીએ સુવર, હરણ તથા મત્સ્યના માંસને તથા ઉમરડા ફળ ખાવાને સદંતર ત્યાગ કર્યો. તથા આજસુધી કરેલા પાપના નિવારણાર્થે ઈશ્વર નિમિત્તે હંમેશાં પાંચ માળા ફેરવવાનો નિશ્ચય કર્યો. (22) રામકિશન હજૂરીએ સુવર, હરણ, માછલાં તથા પંખીઓના માંસ ભક્ષણનો ત્યાગ કર્યો. (23) તાણવાળા ભાગીરથ હજૂરીએ જણાવ્યું કે આજથી હું કદાપિ પક્ષીઓ તથા માછલાંઓ મારીશ નહિ, અને ગાયે તરફ પત્થર ફેંકીશ નહિ. | મુનિશ્રી ત્યાંથી સ્વશિષ્ય મંડળ સહિત વિહાર કરી બહેડા પધાર્યા. પરંતુ ત્યાં સાધારણ રીતે મુનિશ્રીના જાણવામાં આવ્યું કે અહીંના સવતજી તેઓ ઉદયપુરના મહારાણાના બત્રીસ ઉમરાવોમાંના એક છે.) ને સાધુઓનાં વ્યાખ્યાન શ્રવણ કરવાની ખાસ ઈચ્છા નથી. વળી તેમના તરફથી મહારાજશ્રીને ખાસ સંદેશો પણ મને નહતું. જનતાના અધિપતિ તથા