________________ આદર્શ મુનિ 315 - બહેડાથી વિહાર કરી મહારાજશ્રી લૂણદે પધાર્યા. અહીંના રાવત જવાનસિંહજી (તેઓ ઉદયપુરના મહારાણાના બત્રીસ ઉમરાવમાં એક છે.) તથા તેમના કુંવરસાહેબે સદ્ભાવના તથા શ્રદ્ધાપૂર્વક મુનિશ્રીનાં પ્રેરણાત્મક પ્રવચન તથા અમૂલ્ય ઉપદેશ શ્રવણ કર્યા. ઘણે ઉડે વિચાર કર્યા પછી રાવતજીએ વિચાર કર્યો કે મુનિશ્રીની સત્સવાના પ્રત્યુપકાર રૂપે સાંસારિક અન્ય પદાર્થનું સમર્પણ વ્યર્થ છે. કેમકે જે પદાર્થો તેમને ઉપગના નથી, તેનું સમર્પણ તેમને માટે અતિશય તુચ્છ છે. તેથી અભયદાનનો એક પટ ભેટ કર્યો. (પટાની વિગત પરિશિષ્ટ પ્રકરણ ૧લામાં જુઓ.) અત્રેથી વિહાર કરી મુનિશ્રી કાનડ પધાર્યા. ત્યાં તેઓશ્રીનું બજારમાં વ્યાખ્યાન થયું. ત્યાંના રાવત શ્રીમાન કેશરીસિંહજીએ (તેઓ ઉદયપુરના મહારાણાના સોળ ઉમરામાં એક છે.) પણ વ્યાખ્યાન શ્રવણ કર્યું. પછીથી રાવતજીએ મહારાજશ્રીનાં ચરણારવિંદેમાં અભયદાનને પટો ભેટ કર્યો, જે પરિશિષ્ટ પ્રકરણમાં આપવામાં આવ્યું છે. - ત્યાંથી વિહાર કરી આપણું ચરિત્રનાયક ગરે થઈ ભિડર પધાર્યા. ત્યાંના મહારાજા સાહેબ ભૂપાલસિંહજીએ (તેઓ પણ મેવાડના મહારાણાના સેળ ઉમરામાં એક છે.) મહારાજશ્રીનાં ત્રણે વ્યાખ્યાને પૂરેપૂરા સાંભળવાનો લાભ લીધે. આ સાંભળી તેમણે પિતાને પ્રેમ પ્રદર્શિત કરવાની વૃત્તિથી મહારાજશ્રીનાં ચરણેમાં અભયદાનનો પટે સમર્પણ કર્યો (પટાની વિગત માટે પરિશિષ્ટ પ્રકરણ 19 જુઓ) સાથે સાથે તેમના અન્ય સરદારે તથા પ્રજાજનેએ નિમ્ન લિખિત આદર્શ ત્યાગ કર્યા–