________________ આદશ મુનિ. * 303 કલ્પ કરીએ તે ચારપાંચ દિવસ રહી શકીશું? અને જે ન રહીએ તો આજકાલમાંજ વિહાર કરી જઈશું. જે દિવસે વિહાર કરીશું તે દિવસે શ્રીમાન્ યુવરાજકુમાર સાહેબે જીવદયા પાળવા માટે સનંદ નં. ર૯૭૬૭ લખી આપી છે. એ વાત સાંભળીને શ્રીમાન મહારાણાજી સાહેબે જીવદયાની વાતને અંતઃકરણ પૂર્વક સહાનુભૂતિ અને સમ્મતિ આપી અને ઉપદેશ સાંભળીને ઘણા પ્રસન્ન થયા. તે ઉપરાંત મહારાણા સાહેબે કહ્યું કે - “આપ સાહેબનું દર્શન થવાથી મને ઘણો આનંદ થયો છે. આટલા દિવસ સુધી, મને આપને કશે પરિચયજ નહોતે.” વગેરે વાતચીત થઈ રહ્યા પછી મહારાજશ્રી પિતાના શિષ્યમંડળ સાથે પોતાનાં નિવાસસ્થાને પધાર્યા. એ મહા મહીનામાં શ્રી જૈન સંઘ તથા જનસમુદાય તરફથી ઉદયપુરમાં ચાતુર્માસ કરવા માટે વિનંતિ કરવામાં આવી. એથી મહારાજશ્રીએ કહ્યું કે; “ભાઈઓ, ફાગણ માસ અગાઉ વિનતિનો સ્વીકાર કરી શકાતું નથી, કારણ કે એ સાંપ્રદાયિક નિયમ છે.” - તે ઉપરથી લેકેએ અનુમાન કર્યું. જો કે હજી આપણું વિનતિને સ્વીકાર થયે નથી; તેમ સ્પષ્ટ રીતે “નકારાત્મક જવાબ પણ મળ્યા નથી. તેથી ચાતુર્માસને લગતે સર્વ ઉચિત પ્રબંધ કરી રાખવે ઘટે છે. ત્યાર પછી મહારાજશ્રીએ મહા સુદ 12 ને સોમવારે ઉદયપુરથી વિહાર કરી હાથીપળની બહાર સરકારી ઉતારામાં મુકામ કર્યો. તે દિવસનું વિહાર–દશ્ય ખરેખર જેવા યોગ્ય હતું. રાજમાર્ગ