________________ > આદર્શ મુનિ ઉપર હજારો માણસોની મેદની જામી રહી હતી. દરેક જાતિના મનુષ્ય–નાના બાળકથી માંડીને મોટા મનુષ્ય સુધી સર્વ કઈ મહારાજશ્રીનાં દર્શન માટે ઉતરી પડયા હતા. ઠેકઠેકાણે અન્ય પૂછપરછ કરતા હતા કે “મહારાજશ્રીએ કયાં વિહાર કર્યો?” વિહારના દિવસે હિંદુકુલસુર્ય શ્રીમાન દયાળુ મહારાણું સાહેબ અને કુમાર સાહેબ બાવાજીરાજે આખા શહેરમાં હુકમ નંબર ૨૭૬૭ને અમલ કરવાનો રે જાહેર કર્યો. “આવતી કાલે મહારાજશ્રી ચોથમલજી વિહાર કરશે માટે જીવદયા પાળવી નહિતર સરકારના ગુન્હેગાર ગણાશે.” એવા પ્રકારને ઢંઢરે બહાર પડતાંજ લેકએ જીવદયાનું પાલન કરવા માંડયું. સાંજના સમયે રાવત માહેબ શ્રીમાન એનાસિંહજી સાહેબ મહારાજશ્રીનાં દર્શન માટે પધાર્યા. દર્શન તેમજ વાર્તાલાપ કરવાના પ્રસંગેથી તેમનું ચિત્ત ઘણું જ પ્રસન્ન થયું હતું અને કહ્યું કે– ' “જ્યારે હું અહિં આવ્યો છું ત્યારે કંઈને કંઈ જીવદયાને લગતી બક્ષીસ મારે કરવી જોઈએ એ મારી ફરજ સમજું છું માટે “ભિંડલ જાનવર મારવાની મને ઘણી મરજી રહે છે. મને તો શું પણ ક્ષત્રિયમાત્રને તે રહેતી હોય છે છતાં આજથી પ્રતિજ્ઞા કરું છું કે હું તેને નહિ મારૂં. ત્યાં એક વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. તેથી તે સાંભળવા માટે ઘણે મેટો જનસમુદાય એકત્ર થયો હતો. પારસેલીન રાવતજી સાહેબ શ્રીમાન લાલસિંહજી મહોદયે પણ વ્યાખ્યાન સાંભળ્યું હતું. ત્યાર પછી ત્યાંથી વિહાર કરીને મહારાજશ્રી આહુડ પધાર્યા