________________ આદર્શ મુનિ. 31 હાથી ચઢી ઘોડે ચઢયા, ઘોડે ચઢી સુખપાલ; થાકી બેઠા નરપતિ હવે દબાવે પાય. હે સખી, હાથી ઉપર બેસીને વળી ઘોડા ઉપર બેઠા અને ઘેડા ઉપરથી વળી મેનામાં બેઠા, એ રીતે એક પગલું પણ ભર્યું નહિં; છતાં પગ દબાવી રહ્યા છે! તે એ શાથી થાકી ગયા છે કે જેથી પગ દબાવરાવે છે ? તેના જવાબમાં બીજી સખીએ કહ્યું કે હે સખી, પૂર્વ જન્મમાં એમણે ભારે તપશ્ચર્યા કરી હતી. જીવ દયાનું અતિ સુંદર પાલન કર્યું હતું. જ્યાં ત્યાં જમીન ઉપર પડયા રહેતા હતા, કેઈ વાહન ઉપર નહિ બેસતાં ટાઢ અને તડકે સહન કરવા સાથે ઉઘાડા પગે ચાલ્યા હતા. તેથી એ થાકેલા છે માટે હે સખી, તે માટે હવે તેઓ પગ દબાવરાવી રહ્યા છે. આ બધું પૂર્વભવમાં કરેલાં પુણ્યનું પ્રત્યક્ષ ફળ છે. એટલા માટે મનુષ્યમાત્રનું પરમ કર્તવ્ય એ છે કે જે તે સુખી થવા ઈચ્છતો હોય તો પ્રાણીમાત્ર સાથે દ્વેષભાવ છેડી દઈ હરહમેશ યાત્મવત સર્વભૂતેષુ અને વસુધૈવ કુટુબ્ધામ એ મહાન મંત્રને પાઠ કરતો રહી પુણ્ય એકઠું કરવાનું ઉચિત ધારે. એમ કરવાથી તેને આ ભવમાં તેમજ પરભવમાં સુખ મળે છે અને આખરે તે મેક્ષપદને અધિકારી પણ થાય છે. શ્રીકૃષ્ણચંદ્ર મહારાજે ગીતામાં કહ્યું છે કે - अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च / निर्ममो निरहङ्कारः समदुःख सुखः क्षमी / / શ્રીમદ્ ભગવદ્ગીતા અધ્યાય 12 લેક ૧૩મે. માટે હે રાજન, આપ મૂંગા જી ઉપર ખાસ કરીને કરૂણ કરે અને કરો. ગરીબ તેમજ નિરાધારની દાદ