________________ 300 > આદર્શ મુનિ. મેળવવું જોઈએ. કદાચિત પુણ્ય સંપાદન કરવામાં જરા પણ ઉણપ રહે તે બીજા ભવમાં ચેરાસીને તે ઉભેજ છે. આપને આ સૂર્યવંશ, ભગવાન ઋષભદેવના ભરત અને સૂર્યસંભવ પુત્રોથી ચાલ્યો આવે છે. આ વંશના સેંકડો રાજાએ પિતાનાં મહાન તપોબળથી પરમપદના અધિકારી થયા છે. હવે આપ શ્રીમાન્ પણ આ ચોથા આશ્રમમાં આવ્યા છે. આ આશ્રમનું કામ પ્રભુભજન અને આત્મચિંતન કરવાનું જ મુખ્ય હોય છે. માટે આપ પણ પ્રભુભજન અને આત્મચિંતન કરવામાં ઉદ્યક્ત થાઓ અને દીન-દુઃખીજનો તરફ દયાની લાગણી સુવિશેષરીતે પ્રદર્શિત કરો. આપે પૂર્વ જન્મમાં જે કર્યું છે, તેનું ફળ અહિં તે આપ ભોગવી રહ્યા છે, તપસ્યા કર્યા વગરજ રાજપદ મળવાનો સંભવ હોઈ શકે નહિ. નહિતર, દરેક મનુષ્ય જ રાજા બની બેસે; પરંતુ તે વાત છેજ નહિ તેથી આ જન્મમાં જે મનુષ્ય પુણ્ય એકઠું કરશે તેને સાંસારિક સુખ-વૈભવ તે અનાયાસેજ આવી મળશે. દાખલા તરીકે - એક વખતે કઈ ગામની બહાર કૂવા ઉપર પાણી ભરતી બે સખીઓ જતી હતી કે રાજા પિતાની સવારી લઈને ફરવા માટે જાય છે. પહેલાં તે તે હાથી ઉપર બેઠે હતો. પછી આગળ ચાલતાં ચાલતાં હાથી ઉપરથી ઉતરી જઈને ઘોડા ઉપર બેઠે. વળી ડે દૂર ગયો એટલે ઘોડા ઉપરથી ઉતરીને મેનામાં બેઠે અને તેથી પણ આગળ ગયા પછી મેનામાંથી ઉતરીને એક વડલાના ઝાડ નીચે બેઠે અને તેના નોકર-ચાકર પગ દબાવવા લાગ્યા તેની આવી હકીકત જોઈને તે બન્નેમાંની એક સખીએ બીજીને પૂછ્યું કે