________________ >આદર્શ મુનિ. શ્રીજ કરી રહ્યા છે. આપ શ્રીમાનને વધુ શું કહું? આપ પિતે આઠ દિકપાલોના અંશથી પ્રકટેલા છો–અવતરેલા છો. અમે આપને જે કંઈ કહીએ છીએ તે તદન નિઃસ્વાર્થ ભાવે-કેઈપણ પ્રકારની સ્વાર્થ ભાવના વગરજ કહીએ છીએ. આપ સારી રીતે જાણે છે કે અમારે-સાધુજનોને કેઈ પાસેથી ભેટ તરીકે જમીન લેવાની ઈચ્છા હોઈ શકે નહિ, તેમ અમે જાગીર મેળવવા માટે પણ આ સાધુનો વેષ ધારણ કર્યો નથી, તેથી આપને સ્પષ્ટ કરી દેવું જોઈએ કે અમારે કઈ પણ પ્રકારની આકાંક્ષા નથી. એમ છતાં કદાચિત્ કેઈપણ ઈછા અગર તે માગણી હોય તો તે એ જ છે કે, આપ જેવા નરકેશરીઓના આશ્રમમાં પ્રાણીમાત્રને અભયદાન આપવાનો સંદેશ મળવો જોઈએ છે. અર્થાત્ અમારા આવવાના તેમજ જવાના દિવસે આપની રાજધાનીમાં જીવહિંસા નહિ થવા દેવા માટે ફરમાન કાઢવું જોઈએ છે. બસ, એજ અમારી આપની પાસેથી મળેલી ઉત્તમ બક્ષીસ છે એજ અમારી પ્રાર્થના છે. શ્રીમાન કુમાર સાહેબનું દીલ, આ અતિમનનીય ભાષણ સાંભળીને ઘણું પ્રસન્ન થઈ ગયું હતું. એથી મહારાજશ્રીને બક્ષીસ આપવાને સ્વીકાર કરીને આખા શહેરમાં જીવદયા પળાવવા માટે સનંદ નં૦ ર૯૭૬૭ ને હુકમ જાહેર કરવાની આજ્ઞા ફરમાવીને પોતાની દયાળુતાનો પરિચય કરાવી આયે. ત્યારપછી હિંદુકુલ સૂર્યસમાન, હિંદુ ગારવના આદર્શ રૂપ છત્રપતિ રાજેશ્વર વર્તમાન મેવાડાધિપતિ શ્રીમાનું મહારાણાજી સાહેબ તરફથી સ્વનામધન્ય શ્રીમાન ફતેહલાલજી મહાદયને સુચના મળી કે, “મહારાજશ્રીની અહિં પધરામણું કરા.” સુચના મળ્યા પછી મહારાજશ્રીએ પિતાના