________________ આદર્શ મુનિ. : ~- ~-~~-~~~-AA %~~~~~~~~~~~~~~~~~~~~~~ ~~~~~~~~~-~-~~~~~- ~~- ~ એ ઘણી મહત્વની બાબત છે. તે તૈયારી એ છે કે, પ્રાણીમાત્ર ઉપર હમેશ દયાભાવના રાખવી જોઈએ. દયા એ બધા ધર્મોને સારરૂપ મશાલે છે. શ્રીમદ્ ભગવદગીતામાં કૃણચંદ્ર મહારાજે પણ કહ્યું છે કે अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् / दया भूतेश्वलोलुप्तं मार्दवं हीरचापलम् / / શ્રીમદ્ માવતા અધ્યાય 16. વળી આપશ્રીએ આપના રાજ્ય અમલ દરમ્યાન જાહેરમાં એક એવી પેટી મૂકાવી દેવી જોઈએ કે જેમાં દરેક દુઃખી, દર્દી, ગરીબ અને અનાથ પ્રાણી પોતપોતાનાં અંતઃકરણના પિકારની અરજીઓ તેમાં નાંખી શકે. આ પેટી આપના પિતાનાંજ હાથે ઉઘાડવી જોઈએ અને તેમ થવાથી આપ આપની ભેળી અને ભદ્રક પ્રજાનાં દીલનું ખરેખરૂં દુઃખ જાણી શકે. જે ઉપર મુજબ કરવામાં ન આવે તે પ્રજાની અરજીઓને આપના કાન સુધી પહોંચતાં માર્ગમાં ઘણું ઘણું અગવડે ઉપસ્થિત થવી સંભવે છે. તેથી કરીને આપશ્રીએ એક એવા સહેલી પણ સુંદર યોજના કરવી જોઈએ કે રાજ્ય અન્તર્ગત પ્રજાનાં દિલનાં દુઃખનાં સ્વરૂપની ખરેખરી પિછાન થઈ શકે. આપને પ્રાણથી પણ પ્રિય એવી આપની હાલી પ્રજા તરફ સહાનુભૂતિ બતાવવાને આ માર્ગ એક રાજપુરૂષનું કાર્ય બજાવનાર તરીકે અતિ ઉત્તમ સેવા આપનાર થઈ પડે છે. તેમ આ વાતનો આપશ્રીએ ખરેખર અમલ કરવો ઘટે છે. કારણ કે રાજ્યને લગતાં સર્વ કાર્યો આપ