________________ > આદર્શ મુનિ. કર્યો. એટલે તે નીચેની બેઠકવાળાએ કહ્યું કે, જે ભાઈ, થુંકતે નહિ હોકે? જે તું થૂકીશ તે મારાં કપડાં બગડશે; પણ તેણે તેની વાત ઉપર બીલકુલ ધ્યાન આપ્યું નહિ. અરે, તેણે એટલે વિચાર પણ ન કર્યો કે ફકત ડીવારમાં મારું પલ્લું (બેઠક) પણ નીચે ઉતરશે. છેવટે ઉચાપણાની મહત્તાને ગર્વ લાવીને તેણે થં અને નીચેની બેઠકવાળાઓનાં કપડાં ખરાબ થયાં. એટલામાં વળી ચક્કર ફરતાં નીચેની બેઠકવાળાની બેઠકને ઉંચે જવાનો વારો આવ્ય. બસ, હવે શું બાકી હતું ? તે ઉપરવાળો કે જેનાં કપડાં થંકથી બગડયાં હતાં તેણે નીચેવાળાની ઉપર પિસાબ કરવાનો વિચાર કર્યો. એમ જાણીને નીચેવાળાએ ઉપરનાને કહ્યું કે, ભાઈ જોજે હો, મૂતરીશ નહિ, જો તું મૂતરીશ તો મારાં કપડાં બહુ ખરાબ થઈ જશે. ત્યારે તેણે જવાબ દીધો કે, આ બીજું કશુંએ નથી, આ તો માત્ર તારાં થુંકનો બદલેજ છે. એવી રીતે જે જેનાં હક્કમાં નુકશાન કરવાનું ધારે છે તેથી તેને બદલે મૂળ તથા વ્યાજ સાથે પાછો વાળી આપતાં એકંદર સો ગણું સહન કરવા માટે તૈયાર રહેવું પડે છે. માટે દરેક મનુષ્યનું કર્તવ્ય છે કે તેણે પાપથી દૂર રહેવાને હરહમેશ પ્રયત્ન કરવો જોઈએ. એક કંજુસ માણસ રાત અને દિવસ ધન એકઠું કરવા પાછળ મચ્ચે રહે છે તેમ મનુષ્ય પણ પુણ્ય ઉપાર્જન કરવાનેજ પિતાનાં જીવનને ઉદ્દેશ સમજ જોઈએ. પુણ્ય પાર્જન એ પરભવ માટે એક ખચી છે. જેમ તમે ક્યારેક બહાર જાઓ છે અને ડેરા, તંબુ વગેરેને જેમ અગાઉથી જ પ્રબંધ કરાવી રાખે છે તેમ મનુષ્યમાત્રે પરભવની તૈયારી પણ આ ભવમાં જ કરવી-કરાવવી