________________ >આદર્શ મુનિ. હાથી અને ઘોડાઓ એમને એમ બાંધ્યા રહે છે. સ્ત્રીઓ કે જે હમેશાં સાથે ને સાથે જ રહેવાની વાત કરતી હોય છે અરે, પ્રાણ પણ પાથરવાને તૈયાર હોય છે તે આખરે તો ઘરમાં ને ઘરમાંજ રડીને બેસી રહે છે. સજજન અને સંબંધી અગર નેકર અને ચાકર સ્મશાન સુધીનાં સાથી હોય છે. અર્થાત્ મોટા મોટા પ્રયત્નોથી લાલન-પાલન થએલું માનવશરીર ચિતામાં ભસ્મીભૂત થઈને પિતાની હયાતી ખાઈને અહિંને અહિં પડયું રહે છે. એ હકીકત તદન બરાબર છે કે કરાલ કાલની પાસે કેઈને અધિકાર ચાલતો નથી, પછી ભલે ને તે રાજા હોય કે રંક હોય; ચકવતી હોય કે ખંડિઓ હોય; પણ એક દિવસ પરલોક તરફ પ્રયાણ કરવાને પાસપોર્ટ કાપો પડે છે. અંતર માત્ર એટલું જ રહે છે કે કોઈ બે દિવસ વહેલું જાય છે તે કઈ બે દીવસ મોડું જાય છે. જેમ જૈન આગમમાં કહ્યું છે તેમ जहेह सीहो व मियं गहाय मच्चूनरं नेइ हु अन्तकाले नं तस्स माया व पिया व माया कालम्भि तम्मंसहरा भवन्ति / / –ઉત્તરાધ્યયન અ. ૧૩મે સ્ક. 23 મે. જેમ સિંહ મૃગને પિતાના તાબામાં રાખે છે અને મૃગનું કશું જેર ચાલતું નથી એ પ્રમાણે જ જ્યારે મૃત્યુ આવીને હાજર થાય છે ત્યારે માતા, પિતા, ભાઈ, બંધુ, મુસદ્દી કે ગુલામ કેઈ પણ મૃત્યુથી બચી શકતું નથી. જગતની આ દશા જોઈને જ મુનિજને અને મહાત્માઓ આ દુનીયાના વૈભવને નશ્વર ગણે