________________ આદર્શ મુનિ *: ~---- --------------* *--******* ને ઉપદેશ. હે રાજન, આ જગતમાં રાજા, પ્રજા, શેઠ, શાહુકાર, ધનાઢય અને ગરીબ એ બધા પિતાના કર્મના વશવર્તે છે. તે બધાં તિપિતાનાં પૂર્વકૃત કર્માનુસારજ ઉંચી કે નીચી દશા પામીને સુખ અગર દુઃખને અનુભવ કરે છે. જો કે હાથ પગ, નાક અને કાન વગેરે ઇન્દ્રિયે તે બધાને સરખી મળેલી હોય છે. પરંતુ બધાએ રાજા બનીને જગતમાં જન્મ લેતા નથી તેથી જાણી શકાય છે કે, તેમનું પૂર્વકૃત પુણ્ય જરૂર ઉતરતી પંક્તિનું હોવું જોઈએ તેથી તમે પણ તમારા પૂર્વ જન્મમાં રાજા બનવાગ્ય–કેવળ રાજાજ નહિ પણ એક ઉચ્ચ ક્ષત્રિય વંશત્પન્ન રાજા બનવાને લાયક પુણ્યોને સંચય કર્યો હતે. એવી રીતે જેણે પૂર્વ જન્મમાં જેવાં જેવાં કર્મ કર્યા હોય તે મુજબ તેઓ આ જન્મમાં ફળ ભેગવી રહ્યા છે. અને આ જન્મમાં જેવાં કર્મો કરાય છે તદનુસારજ પરલોક પણ બને છે અગર તે બગડે છે; કારણ કે પરભવમાં સાથે રહેનારી વસ્તુ માત્ર કર્મ જ છે, અને બીજી બધી સાંસારિક વિભુતિઓ તે શરીરની સાથે અહિં ને અહિંજ પડી રહે છે. મનુષ્યને ઉત્તમ જન્મ મેળવીને હમેશ, ધર્મજ માત્ર પરભવન સાથી છે એમ સમજીને મનુષ્યમાત્રે સારાં કાર્યોમાં પ્રવૃત્ત થવું જોઈએ સંસારની સંપત્તિ તે જમીનમાં ને જમીનમાંજ પડી રહે છે.